છોટી બહુ રુબિના દિલૈકની નાની બહેને બોયફ્રેન્ડ સાથે સાત ફેરા ફર્યા

  • March 11, 2023 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 

  • બિગ બોસ 14ની વિજેતા અને ખતરો કે ખિલાડીની સ્પર્ધકે શેર કર્યા ફોટા
  • રુબિનાની બહેન જ્યોતિકા દિલૈક પણ સૌંદર્ય મહારાણી જેવા લાગતી હતી



બિગબોસ 14ની વિજેતા અને ટેલીવિઝનની છોટી બહુ રૂબિના દિલૈકની નાની બહેન જ્યોતિકાએ પોતાના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ રજત શર્મા સાથે લગ્નના બંધને બંધાઇ ગઇ. સમારંભમાં દિલૈક પરિવાર અને ખાસ મિત્રો જ હાજર હતાં.

 શિમલાની એક હોટલમાં 9 માર્ચે રૂબીનાની બહેન જ્યોતિકા દિલૈકે બોયફ્રેન્ડ રજત શર્મા સાથે લગ્ન કરી લીધા છે. જ્યોતિકા દિલૈક લગ્નના દિવસે લાલ લહેંગામાં ખૂબસૂરત લાગી રહી હતી. જ્યોતિકાએ ટ્રેડિશનલ જ્વેલરીથી પોતાનો દુલ્હન લુક કંપ્લીટ કર્યો હતો.

 લગ્ન બાદ કપલના ફોટોઝ સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે. કપલના લગ્નના ફોટોઝ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યાં છે. સાથે જ ન્યૂલી વેડ કપલને લોકો લગ્નની શુભેચ્છા પાઠવી રહ્યાં છે. સાથે જ લાલ ચુડા સાથે રૂબિનાની બહેન જ્યોતિકા એકદમ ખૂબસૂરત લાગી રહી હતી. જ્યોતિકાના દુલ્હે રાજાએ પણ બ્લૂ કલરની શેરવાની પહેરી હતી અને રજત ઘોડા પર સવાર થઇને પોતાની દુલ્હનિયાને લેવા પહોંચ્યો હતો.
 
રૂબિનાની બહેન જ્યોતિકા એક વીડિયો ક્રિએટર છે અને તે પોતાના ટ્રાવેલ વ્લોગ્સ અને અનેક પ્રકારના સ્પેશિયલ કંટેટ માટે ઇન્ટરનેટની દુનિયામાં પોપ્યુલર છે. જ્યોતિકાનો પતિ રજત શર્મા પણ વીડિયો ક્રિએટર છે અને બંનેને જ ટ્રાવેલિંગનો શોખ છે. જેના કારણે બંને વચ્ચે પહેલા મિત્રતા થઇ અને પછી પ્રેમ થયો. હવે બંને સાત જન્મોના બંધનમાં બંધાઇ જાય છે.

જ્યોતિકા દિલૈક અને રજત શર્માના લગ્નની તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહ્યાં છે. ફોટોઝમાં કપલ ખૂબસૂરત લાગી રહ્યું છે. સાથે જ બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ જોવા મળી રહ્યાં છે. કોઈપણ વેસ્ટર્ન ડ્રેસ અથવા લહેંગા પહેરવાને બદલે, જ્યોતિકા દિલૈકે તેની હલ્દી સેરેમની માટે ખૂબ જ સિમ્પલ આઉટફિટ પહેર્યુ હતુ, જે તેના પર ખૂબ જ સુંદર લાગતુ હતુ. તેણે આ ફંક્શન માટે પિંક કલર પસંદ કર્યો હતો, જે તેના માટે એદકમ પરફેક્ટ ચોઇસ હતી.

તસવીરો શેર કરતાં રૂબીનાએ કેપ્શનમાં લખ્યું છે કે, અને અમારી નાની બાળકી જ્યોતિકાના લગ્ન થઈ ગયા છે. રજત શર્મા તમને અમારા પરિવારના રૂપમાં મેળવીને અમને આનંદ થાય છે. અત્યારે અને હંમેશા માટે…!



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application