AUS vs IND: 'હિટમેન' રોહિત શર્માએ 19 બોલમાં ફટકારી અડધી સદી, T20 વર્લ્ડ કપમાં ત્રીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો

  • June 24, 2024 10:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની 51મી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે રમી રહી છે. મેચમાં રોહિત શર્માએ જોરદાર ઈનિંગ્સ રમી હતી. તેમને 19 બોલમાં અડધી સદી ફટકારી હતી.


હિટમેન રોહિત શર્માંએ આજે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર ઈનિંગ્સ રમી હતી. જેમાં તેમણે 19 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે મિચેલ સ્ટાર્કના ગ્રાઉન્ડ પર ક્લાસ લઈ લીધા હતા. તેની એક ઓવરમાં 29 રન ફટકાર્યા હતા. આ દરમિયાન રોહિતે 4 સિક્સર અને 1 ફોર ફટકારી હતી. T20 ઈન્ટરનેશનલમાં રોહિત શર્માની આ સૌથી ઝડપી અડધી સદી છે.



મિચેલ સ્ટાર્કે કાંગારૂ ટીમ માટે પ્રથમ ઓવર ફેરી હતી. આ ઓવરમાં રોહિત શર્માનો કમાલ જોવા મળ્યો હતો. આ ઓવરમાં 29 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારતીય કેપ્ટને 4 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. રોહિતે 19 બોલમાં અડધી સદી ફટકારી હતી. T20 ઈન્ટરનેશનલમાં રોહિત શર્માની આ સૌથી ઝડપી અડધી સદી છે. આ સાથે રોહિત T20 વર્લ્ડ કપમાં ત્રીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલા 2007માં યુવરાજ સિંહે 12 બોલમાં અડધી સદી ફટકારી હતી અને 2021માં કેએલ રાહુલે 18 બોલમાં અડધી સદી ફટકારી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application