ના હોય!  બોયફ્રેન્ડની હાજરીમાં જ પ્રોડ્યુસરે મલાઇકાનો હાથ પકડી લીધો

  • April 11, 2023 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • નીતા મુકેશ અંબાણી કલ્ચરલ ઇવેન્ટનો વીડિયો થઇ રહ્યો છે ઝડપથી વાઇરલ
  • ફોન પર વાત કરતા કરતા રિતેશ સિંધવાણીએ કરી દીધી આવી હરકત 


બી-ટાઉનમાં આજકાલ પાર્ટીઓ અને ઈવેન્ટોનો દોર ચાલી રહ્યો છે. તેની સાથે જ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ એક વીડિયોએ બહુ જ ચર્ચા જગાવી છે. બધા જાણે છે કે થોડા દિવસ પહેલાં જ રિલાયન્સ ગ્રુપના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ભવ્ય કાર્યક્રમમાં જમાવડાએ તમામ લોકોને આકર્ષિત કર્યા હતા. આ કલ્ચરલ ઈવેન્ટના અનેક ફોટો-વિડીયો વાયરલ થઈ રહ્યાં છે.


આ ઇવેન્ટમાંનો મલાઈકા અરોરા-અર્જુન અને એક પ્રોડ્યુસરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં પ્રોડ્યુસર રિતેશ સિધવાનીએ પત્ની ડોલી સિધવાનીના બદલે મલાઈકા અરોરાનો હાથ પકડી લીધો હતો.


ખરેખર રિતેશ ફોન પર કોઈની સાથે વાત કરતો હતો. આ દરમિયાન મલાઈકા તેની પાછળ ઉભી હતી અને મલાઈકની પાછળ તેની પત્ની ડોલી ઉભી હતી. રિતેશે ધ્યાન ન આપ્યું અને ડોલીને બદલે મલાઈકાનો હાથ પકડી લીધો. જો કે આ જોયા પછી તેણે ભૂલ સુધારી અને તરત જ પોતાની પત્નીનો હાથ પકડી લીધો હતો.


મલાઈકા અરોરા એક ઈવેન્ટ દરમિયાન રિતેશ અને ડોલી સાથે હતી. મલાઈકાને જોઈને પાપારાઝીએ થોડા સમય માટે તસવીરો ખેંચવા તેને રોકી હતી. આ સમયે રિતેશ ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતો અને તેણે મલાઈકાનો હાથ પકડી લીધો હતો. જોકે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તેણે ભૂલ કરી છે અને ભૂલનો અહેસાસ કરી મલાઈકાને છોડીને ડોલીનો હાથ પકડી લીધો હતો. આ Ops મૂમેન્ટ જોઈને ત્રણેય થોડીવાર હસતા જોવા મળ્યા.


મલાઈકાએ પાર્ટીમાં સાટીન મેક્સી ડ્રેસ પહેર્યો હતો. આ આઉટફિટમાં તેનો થાઈ-હાઈ સ્લિટ અને કેપ લુક શાનદાર લાગતો હતો. મલાઈકાના આ આઉટફિટમાં એક ખભા ઉપર ફ્લોઈંગ ક્રેપ ડ્રેપ હતી. એમ્બેલિશ્ડ ક્લચ, બ્રાઉન બ્લોક હીલ્સની જોડી અને એક લેયર્ડ બ્રેસલેટ સાથે મલાઈકાએ પોતાના લુકને ચાર ચાંદ લગાવ્યા હતા. ગોર્જિયસ અટાયરની સાથે તેણે મેકઅપ વગર અને ગુલાબી લિપ કલર સાથે પોતાના લુકને સિમ્પલ સ્ટનિંગ બનાવ્યો હતો. જોકે તેણે વાળ બનમાં બાંધ્યા હતા.

 


નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)માં મલાઇકા બોયફ્રેન્ડ એક્ટર અર્જુન કપૂર સાથે જોવા મળી હતી. વર્ક ફ્રન્ટ પર મલાઈકા અરોરા છેલ્લે તેના રિયાલિટી ટીવી શો 'મૂવિંગ ઇન વિથ મલાઈકા'માં જોવા મળી હતી. આ સિવાય તે ગુરૂ રંધાવા સાથે એક મ્યુઝિક વિડીયોમાં જોવા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application