ગ્રેમી એવોર્ડમાં ભારતનું ગૌરવઃ રિકી કેઝે ત્રીજો અને સતત બીજી વાર જીત્યો એવોર્ડ

  • February 06, 2023 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • બેંગ્લુરુના મૂળ વતની સંગીતકાર યૂનાઈટેડ નેશન્સ ગ્લોબલ હ્યૂમેનિટેરિયન આર્ટિસ્ટ 
  • રિકીએ  ડ્રમર સ્ટીવર્ડ કોપલેન્ડ સાથે પોતાનો આ એવોર્ડ શેર કર્યો



વર્ષ 2023ના બહુપ્રતીક્ષિત મ્યૂઝિક એવોર્ડ કાર્યક્રમમાં ગ્રેમી એવોર્ડ્સમાં ફરી એક વાર ભારતનો ડંકો વાગ્યો છે. હકીકતમાં જોઈએ તો, બેંગલુરુના રહેવાસી સંગીતકાર રિકી કેઝને ત્રીજો અને સતત બીજા વર્ષે ગ્રેમી એવોર્ડ જીત્યો છે. રિકીને તેના આલ્બમ 'ડિવાઈન ટાઈડ્સ' માટે આ એવોર્ડથી સન્માનિત કરાયા છે.

અમેરિકામાં જન્મેલા મૂળ ભારતીય સંગીતકાર રિકી કેઝ પ્રખ્યાત બ્રિટિશ રોક બેન્ડ 'દ પુલિસ'ના ડ્રમર સ્ટીવર્ડ કોપલેન્ડ સાથે પોતાનો આ એવોર્ડ શેર કર્યો છે. સ્ટીવર્ડ કોપલેન્ડ આ આલ્બમમાં રિકી સાથે સહયોગ કર્યો હતો. 65માં ગ્રેમી એવોર્ડ્સમાં બંનેને આ એવોર્ડ શ્રેષ્ઠ ઈમર્સિવ ઓડિયો આલ્બમ કેટેગરીમાં ગ્રામોફોન ટ્રોફી જીતી છે.

જાણીતા મ્યૂઝિક કંપોઝર રિકી કેઝે પહેલી વાર વર્ષ 2015માં પોતાનો આલ્બમ 'વિંડ્સ ઓફ સમસારા' માટે આ એવોર્ડ જીત્યો હતો. 2015માં આ સન્માન પ્રાપ્ત કર્યા બાદ ફરી એક વાર 2022માં આલ્બમ ડિવાઈન ટાઈડ્સ માટે બેસ્ટ ન્યૂ એઝ આલ્બમની કેટેગરીમાં સ્ટીવર્ડ કોપલેન્ડ સાથે ગ્રેમી એવોર્ડ મળ્યો હતો.


રિકી કેઝ અત્યાર સુધીના કરિયરમાં સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટર સહિત કેટલીય પ્રતિષ્ઠિત જગ્યા પર પ્રસ્તુતિ આપી છે. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, દુનિયાભરના 30 દેશોમાં કુલ 100 સંગીત પુરસ્કાર જીત્યા છે. રિકીને તેના કામ માટે યૂનાઈટેડ નેશન્સ ગ્લોબલ હ્યૂમેનિટેરિયન આર્ટિસ્ટ અને યૂથ આઈકોન ઓફ ઈંડિયા માટે નોમિનેટ કરી ચુક્યા છે. વર્ષ 2021માં રિલીઝ થયેલી તેમનો બહુચર્ચિત આલ્બમ ડિવાઈન ટાઈડ્સમાં નવ ગીત અને આઠ મ્યૂઝિક વીડિયો સામેલ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application