રીજીયોન જામનગર હેઠળ આવતી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક-ફલ્લા શાખાના મેનેજર કે.આર. વસાણી બેંકના ગ્રાહકોને તોછડાભયર્િ વર્તન કરે છે અને ગ્રાહકો સાથે ઉંચા અવાજે તથા મનફાવે તેવા વર્તન કરે છે, તેઓ ગ્રાહકોને બેંકની બહાર કાઢી મુકવાનું તથા જોરજોરથી તોછડા વર્તન કરતા હોય અને બહાર નીકળી જાવ, નહીંતર પોલીસ ફરિયાદની ધમકી આપે છે અને તેમની રજૂઆત જામનગર રીજીયોન કચેરીના આરએમને અનેકવાર ફરિયાદો કરવા છતાં કોઇ સુધારો નથી. આ બાબતે આરએમ ફલ્લા બ્રાંચની મુલાકાત લઇ ઠપકો આપેલ. તેમને ગ્રાહકો સાથે સાં વર્તન કરવાની ટેવ નથી.
સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના ગ્રાહકો મેનેજરના તોછડા સ્વભાવથી કંટાળી ગયેલ છે, આ બાબતે ચેરમેનને અગાઉ ફરિયાદ મોબાઇલ દ્વારા કરવામાં આવી હતી, તેમ છતાં બહુ ફેરફાર થયો નથી અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનો વહીવટ થંભી ગયેલ છે. અગાઉ ફલ્લા બ્રાંચનો બીઝનેસ તથા પોલીસી કામગીરી ઘણી બધી ઓછી થઇ ગયેલ છે. ખેડૂતો ધિરાણ લેવા માટે વધારો કરવા માંગણી કરતા હોય તો વધારે ધીરાણ આપવાનો ઇન્કાર કરે છે. અને આ બેંકનો એનપીએ થઇ ગયેલ છે. મેનેજરના તોછડા વર્તનના કારણે ખેડુતો લોન રીન્યુઅલ કરવા માટે તોછડા સ્વભાવના કારણે બ્રાંચ મેનેજરના ધીરાણ લેવાનું કે ભરવાનું માંડી વાળે છે. આ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક મેનેજરની બદલી કરવા નહીં આવે તો બેંકના ગ્રાહકો ફલ્લા બ્રાંચની સામે માંડવા નાખી ધરણાં-ઉપવાસ પર બેસવાની ફરજ પડશે. જેની બેંકે નોંધ લેવી.
આપની બેંક ખેડૂતો પાસે 1.પ ટકા પ્રોસેસીંગ ચાર્જ લેતી હોય જેથી ખેડૂતો પાસે રેવન્યુ ટીકીટ લઇને બ્રાંચ આવવું નહીં, નહીંતર ધિરાણ આપવામાં આવશે નહીં તેવું મેનેજર દ્વારા દબાણ આપવામાં આવે છે અને ધિરાણ રેવન્યુ ટીકીટ વગર આપતા પણ નથી અને પશુપાલકોને પશુ ધિરાણની લોન, હોમલોન, કિશાન મિત્ર લોન તથા અન્ય બીજી લોન આપવા માટે ઇન્કાર કરે છે, બેંકના ગ્રાહકો ધ્રાંગડા, ફલ્લા, ખંભાલીડા, લાખાણી, રણજીતપર, ખીલોસ બેરાજા, વાવડી, નેસડા, રવાણી ખીજડીયા તેમ તમામ ગામના ખેડૂતો આ ફલ્લા બ્રાંચ મેનેજરને ત્રાસથી કંટાળી જાય છે. આ બાબતે તાત્કાલિક બ્રાંચ મેનેજરની બદલી કરવા માંગણી કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMપુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
December 22, 2024 06:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech