ધોરણ ૧૦નું પરિણામ જાહેર

  • May 08, 2025 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા આજરોજ ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ ૧૦નું બોર્ડનું પરિણામ ૮૩.૦૮ ટકા રહ્યું છે. 

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ધોરણ ૧૦નું પરિણામ ૮૩.૪૮ ટકા પરિણામ રહ્યું છે. જેમાં ગ્રેડ પ્રમાણે જોઈએ તો A1 ગ્રેડ -૨૦૮, A2 ગ્રેડ -૯૮૩, B1 ગ્રેડ -૧૪૯૦, B2 ગ્રેડ - ૧૭૮૦, C1 ગ્રેડ -૧૪૫૭ અને C2 ગ્રેડ - ૫૯૦ વિધાર્થી છે. 

કેન્દ્ર મુજબ પરિણામ જોઈએ તો ભાણવડ કેન્દ્રનું ૮૪.૧૦ ટકા, દ્વારકા કેન્દ્રનું ૭૪.૯૩ ટકા, જામ રાવલ કેન્દ્રનું ૭૪.૩૫ ટકા, ખંભાળિયા કેન્દ્રનું ૮૫.૩૭ ટકા, મીઠાપુર કેન્દ્રનું ૭૩.૩૧ ટકા, ભાટિયા કેન્દ્રનું ૯૦.૨૪ ટકા, કલ્યાણપુર કેન્દ્રનું ૭૯.૮૧ ટકા અને નંદાણા કેન્દ્રનું ૯૨.૬૫ ટકા પરિણામ આવ્યું છે.

નોંધનીય છે કે, માર્ચ ૨૦૨૪માં જિલ્લાનું પરિણામ ૭૯.૯૦ ટકા રહ્યું હતું. માર્ચ ૨૦૨૪ની સાપેક્ષમાં ફેબ્રુઆરી - માર્ચ ૨૦૨૫ના પરિણામમાં ૩.૫૮ ટકાનો વધારો થયો છે.

જામનગર જિલ્લા નું પરિણામ 85.55% જાહેર થયું..

કુલ A1 વિદ્યાર્થીઓ 873 ઉત્તીર્ણ થયા ..
​​​​​​​

જિલ્લામાં સૌથી વધુ પરિણામ ધ્રોલ કેન્દ્રનું 93.87 % અને સૌથી ઓછું પરિણામ સિક્કા કેન્દ્રનું 64.37 % આવ્યું..




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application