ગુડા-2022 અન્વયે અનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર

  • October 18, 2023 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં શહેરીકરણ ઝડપી ગતિ અને વિકાસલક્ષી કામના નિયમ માટે અમલવારીના તાલમેલ વચ્ચે ગેરકાયદે અનઅધિકૃત બાંધકામોની મેળવ્યા બાદ વધારાને બાંધકામને પરવાનગી ન મળતા અનેક લોકો નિરાશ થયા છે, જેના ભાગપે ફેડરેશન ઓફ આર્ટીટેકસ એન્ડ એન્જીનીયર્સ જામનગર દ્વારા જાડાના ચેરમેનને ઉદ્દેશીને લખાયેલું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તા. 17/10/ર0રર થી ગુડા અમલમાં આવ્યું છે, તો કાયદાનું મનસ્વી રીતે અર્થઘટન કરવામાં આવે છે, તેવો આક્ષેપ આ આવેદનપત્રમાં કરવામાં આવ્યું છે અને કમ્પાઉન્ડ હોલ એલીવેશનમાં માત્ર બે ઇંચ બહાર હોય તો પણ ફાઇલને નામંજુર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં માત્ર 8 થી 9 ફાઇલ જ મંજુર કરવામાં આવી છે, આ અંગે ઘટતું કરવાની  માંગણી એસો. દ્વારા કરવામાં આવી છે, મ્યુ. કમિશ્નરને અને જાડાને ચેરમેનને અપાયેલા આવેદનપત્રમાં સેક્રેટરી આશિષ આશા, ઉપપ્રમુખ કલ્પેશ હડીયલ, જતીન જગતીયા, મહેન્દ્રભાઇ સોમૈયા, રજનીભાઇ માનસતા, દિપકભાઇ પાલા, કનુભાઇ લાલકીયા, પ્રકાશભાઇ બુમતારીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application