અમિતાભના લોકપ્રિય શો KBC 15મી સીઝનનું રજીસ્ટ્રેશ શરૂ થઇ ગયુ

  • May 02, 2023 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • બિગ-બીએ ટ્વીટ કરી આપી માહિતી, બે રીતે રજીસ્ટ્રેન કરી શકાશે
  • 2023ના પ્રજાસત્તાક દિને ક્યા દેશના રાષ્ટ્રપતિ હાજર રહ્યા હતા, આપો જવાબ


મિલેનિયમ સ્ટાર બીગ બી અમિતાભ બચ્ચન ફરી કોન બનેગા કરોડપતિની 15મી સિઝન લઈને આવી રહ્યા છે. આ શૉમાં ભાગ લેવા માગતા દર્શકો માટે કેબીસીની 15મી સિઝન માટેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ સીઝન માટે શનિવાર રાતથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમિતાભ બચ્ચને પોતે આ માટેની જાહેરાત કરી હતી. 


80 વર્ષીય અમિતાભ બચ્ચનમાં આજે પણ યુવાનોને શરમાવે તેવી એનર્જી છે. તેઓ ફિલ્મોથી લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. ત્યારે હવે તેમણે ટ્વિટર પર માહિતી આપતા જણાવ્યું કે... 


કેબીસીની સીઝન 15 માટે રજિસ્ટ્રેશન 29 એપ્રિલના રાતે 9 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. આ ટ્વીટની સાથે જ ફેન્સ કેબીસી માટે આતુર થઈ ગયા છે. જ્યારે યુઝર્સ તો એ શોધવામાં પણ વ્યસ્ત થઈ ગયા હતા કે, કેબીસીમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે. રજિસ્ટ્રેશન કરવાની 2 રીત છે. પહેલું તો તમે એસએમએસથી રજિસ્ટ્રેશન કરાવી શકો છે. બીજું તમે એપના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવી શકો છે.


 મેસેજમાં મેસેજમાં કેબીસી ટાઈપ કરો. પછી સ્પેસ દબાવીને સાચા પ્રશ્નનો જવાબ લખો. પછી સ્પેસ દબાવો અને તમારી ઉંમર લખો. ત્યારબાદ વધુ એક સ્પેસ આપો અને મેલ/ઈમેલ/ઓ લખો. ત્યારબાદ 509093 નંબર પર તેને મોકલી દો.



 એપના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવવા માટે સૌપ્રથમ પ્લે સ્ટોર પરથી સોની લિવની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યારબાદ પોતાનો ફોન નંબર લખીને એપમાં લોગઈન કરો. પછી કેબીસી રજિસ્ટ્રેશન પેજ પર જાઓ. અહીં પ્રશ્ન અને ઓપ્શન આપ્યા હશે. પ્રશ્નના સાચા જવાબ પર ક્લિક કરો. 
 
 પ્રશ્ન એટલે કયા પ્રશ્નનો જવાબ લખીને મોકલવાનો એ સવાલ થતો હશે. અમિતાભ બચ્ચને કેબીસી 15મી સીઝનના રજિસ્ટ્રેશન માટે એક પ્રશ્ન પણ જણાવ્યો હતો. તેનો જ જવાબ લખીને મોકલવાનો છે. તે પ્રશ્ન છે, વર્ષ 2023માં પ્રજાસત્તાક દિવસ પરેડમાં મુખ્ય અતિથિ રહેલા અબ્દેલ ફતહ અલ સિસી કયા દેશના રાષ્ટ્રપતિ છે? તેના ઓપ્શન છે. એ. સાઉદી અરબ, બી. ઈરાન, સી. મોરક્કો અને ડી. મિસ્ર. એબીસીડી ચારેય ઓપ્શનમાંથી એક સાચો જવાબ લખીને મોકલી દેતાં તમે રજિસ્ટ્રેશન કરાવી શકશો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application