જામનગર જિલ્લામાં લેન્ડ રી-સર્વેની કામગીરીમાં ૪૯ હજાર અરજીઓમાં પુન: માપણી

  • December 19, 2023 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લામાં ૬૧૮૬૫ વાંધા અરજી આવ્યા બાદ ૩૯ હજાર અરજીનો નિકાલ: લગભગ ૮૧ ટકા જમીન માપણીની કામગીરી પૂર્ણ

જામનગર જિલ્લામાં જમીનની માપણીમાં અનેક ભુલો થયા બાદ ભારે વિવાદ થયો હતો અને લેન્ડ રી-સર્વેમાં સરકારની જાહેરાત બાદ ૬૧૮૬૫ અરજીઓ આવી હતી જેમાં અત્યાર સુધીમાં રિ-સર્વેમાં ૪૯૮૭૬ અરજીઓની પુન: માપણી પુરી થઇ છે, આમ લગભગ ૮૧ ટકા કામગીરી પૂર્ણ થઇ હોવાનું જાણવા મળે છે, સર્વેયર દ્વારા ૧૯ ટકા કામગીરી બાકી છે તે પુરી કરવા મહેનત કરવામાં આવી રહી છે.
સરકારે ૨૦૧૧ થી ૧૫માં ખાનગી કંપનીને જામનગર જિલ્લાની જમીન મા૫ણીનો સર્વે કરવા કામગીરી આપી હતી જેમાં અનેક ભુલો રહી ગઇ હતી, રાષ્ટ્રિય સ્વામીત્વ યોજના હેઠળ ગામતળમાં રહેલા કોમર્શીયલ અને રહેણાંક બાંધકામ ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવા માટે જામનગર તાલુકાના ૭૯ ગામમાં ડ્રોન દ્વારા અને બાદમાં ડોર-ટુ-ડોર મિલ્કત માપણીનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે જેમાં ૪૭ ગામોમાં મિલ્કતોના પ્રમોલગેશન (એકત્રીકરણ)ની કામગીરી સાથે ૪૫૩૯ મીલ્કતધારકોના પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરવામાં આવ્યા હતાં જયારે ૩૪ ગામના ૩૫૧૩ લોકોને પ્રોપર્ટી કાર્ડ આપી દેવામાં આવ્યા છે.
સરકારે ફરીથી માપણી કરવાનો આદેશ આપ્યો હતો, ૨૦૧૧માં એક જ જિલ્લો એવો હતો કે જામનગર અને દ્વારકા જિલ્લાના ૯૯૯ ગામોમાં આ પ્રોજેકટને પાયલોટ પ્રોજેકટ તરીકે ઓળખાવામાં આવ્યો હતો, ખેડુતોમાં ઉહાપોહ થતાં સર્વેમાં થયેલી ભુલો સુધારી લેવા યોજના ઘડવામાં આવી હતી જે અંતર્ગત ૨૦૧૮ જાન્યુઆરી માસની એક તારીખથી વાંધા અરજીઓ સ્વીકારવાનું શરુ કરાયું હતું જેમાં લેન્ડ રેકર્ડ કચેરીને ૬૧૮૬૫ વાંધા મળ્યા હતાં, જયારે ૪૯૮૭૬ અરજીઓમાં સમાવીષ્ટ ૮૬૬૪૮ સર્વે નંબરમાં સર્વે કરી લીધા છે અને લગભગ ૮૧ ટકા જેટલી કામગીરી પુરી થઇ ચૂકી છે, જેમાંથી ૧૧૯૩૭ અરજીઓના હકારાત્મક હુકમો થયા છે.
આ સર્વેમાં ટેકનીકલ કારણોસર અથવા કુટુંબમાં જમીનના ભાગ નિશ્ર્ચિત ન થયા હોય તેવા સર્વે વાંધાવાળા છે તેવા ૨૮૪૦૭ રિપોર્ટ ફાઇલ થયા છે, જમીન માપણીના સર્ટીફીકેટ એવા કમીજાસ્તી પત્રક પણ અપાયા છે.
***
જમીન મકાનના દસ્તાવેજ માટે અંગૂઠાનું નિશાન આપશો તો સાક્ષીની જરુર નહીં પડે: મહેસુલ વિભાગ દ્વારા કરાયો મહત્વનો આદેશ: યુડીઆઈ ઓેન્ટીકેશની પ્રક્રિયા

ગુજરાતમાં જમીન- મિલકતના દસ્તાવેજની નોંધણીને તબક્કે પક્ષકારો પોતાનું આધારકાર્ડ- યુઆઈડી નંબર અને અંગૂઠાની છાપ આપવા તૈયાર શે તો સાક્ષીઓની જરૂર પડશે નહી ! મહેસૂલ વિભાગે સિંગલ નોટિફિકેશની રજિસ્ટ્રેશન એક્ટ- ૧૯૦૮માં મહત્વનો સુધારો જાહેર કર્યો છે. જેમાં દસ્તાવેજ નોંધણીમાં પક્ષકારોને ઓળખ માટે સાક્ષીઓ રજુ કરવા કે પછી સ્વંય ખરાઈ કરવા બે પ્રકારના વિકલ્પ સોની કાર્યાવિધિને સ્પષ્ટ કરવામાં આવી છે. આ માટે આગામી બે સપ્તાહ દરમિયાન પ્રાયોગિક ધોરણે કેટલીક કચેરીઓમાં અમલ કરવામાં આવશે.
મહેસૂલ વિભાગના નાયબ સચિવ પ્રેરક પટેલની સહીી રજિસ્ટ્રેશન એક્ટ- ૧૯૦૮ની કલમ ૬૯ની પેટા કલમમાં કેટલાક મહત્વના સુધારાઓ સુચવતુ નોટિફિકેશન પ્રસિધ્ધ યું હતું જેમાં કહેવાયું છે કે, સબ રજિસ્ટ્રાર સમક્ષ દસ્તાવેજ નોંધણી માટે રજુ ાય ત્યારે દસ્તાવેજના પક્ષકારોએ આધારકાર્ડ- અધિકૃત કરવા સંદર્ભે સહમતિ કે અસહમતિ દર્શાવવાની રહેશે. લેખિતમાં નારી આ પ્રક્રિયામાં જો પક્ષકાર સહમતિ દર્શાવશે તો તેમને પોતાની ઓળખ માટે બે સાક્ષી રજૂ કરવાની અનિવાર્યતા રહેશે નહી.
આવા કિસ્સામાં માત્ર પક્ષકારે સ્ટેમ્પ રજિસ્ટ્રેશનના સોફ્ટવેરમાં કમ્પ્યુટર દ્વારા પોતાના અંગુઠાની છાપી પોતાની ઓળખ ર્આત ખરાઈ કરાવાની રહેશે. પરંતુ, જો પક્ષકાર યુઆઈડી અધિકૃતતા ર્આત અંગુઠાની છાપ આપવા અસહમતિ દર્શાવે તો તેવા કિસ્સામાં પક્ષકારને પોતાની ઓળખને અધિકૃત કરવા હાલમાં ચાલી રહેલી પદ્ધતિ મુજબ બે સાક્ષીઓ રજુ કરવાના રહેશે. સરકારના આ નિર્ણયી સ્ટેમ્પ રજિસ્ટ્રેશન માટેની સબ રજિસ્ટ્રાર કચેરીઓનું ભારણ ઘટશે અને દસ્તાવેજ નોંધણીની ઝડપમાં પણ વધારો શે.
ટેક્નોલોજીના ઉપયોગી છેતરપિંડીનું પ્રમાણ ઘટશેગુજરાત રજિસ્ટ્રેશન (આઈડેન્ટી વેરિફિકેશન ફોર ધ રજિસ્ટ્રેશન ઓફ ડોક્યુમેન્ટ) રૂલ્સ- ૨૦૨૩ના અમલી ખોટી રીતે બીજાનુ નામ ધારણ કરીને ઈ રહેલા દસ્તાવેજનું પ્રમાણ અટકશે. ટેકનોલોજીના ઉપયોગી છેતરપિંડીવાળા બનાવોનું પ્રમાણ પણ ઘટશે. ગુજરાતમાં પહેલા મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ પ્રકારે યુઆઈડી, અંગુઠાની છાપી પક્ષકારના પ્રમાણિતકરણ કરીને દસ્તાવેજ નોંધણી શરૂ કરાઈ છે. જેના માટે ખાસ પ્રકારનું સોફ્ટવેર પણ બનાવાયું છે. યુ આઈ ડી અને અંગુઠાની છાપી ઓળખના પ્રમાણિતકરણ માટે સોફ્ટવેર તૈયાર કરીને સબ રજિસ્ટ્રાર કચેરીઓ સો લીંકઅપ કરાશે. બે- ત્રણ સપ્તાહમાં પ્રાયોગિક ધોરણે કેટલીક કચેરીઓમાં તેનો અમલ કરવાની તૈયારી છે. પક્ષકારોના યુ આઈ ડીની માહિતી ગુપ્ત રહશેતેમ નોંધણી સર નિરીક્ષક અને સુપર ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ જૈનુ દેવન જણાવયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application