રાજકોટ જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવ: ખેડૂતો માટે સુવર્ણ તક…જાણી લો તારીખ

  • December 05, 2024 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તા. ૦૬ અને ૦૭ ડિસેમ્બરના રોજ રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ મહોત્સવનો શુભારંભ થશે.


ખેડૂતો માટે શું છે ખાસ?

આ મહોત્સવમાં ખેડૂતોને કૃષિ ક્ષેત્રે નવીનતમ તકનીકો, પ્રાકૃતિક ખેતી, પાક વ્યવસ્થાપન અને બજાર સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી મળશે. મહોત્સવમાં યોજાનારા કૃષિ પ્રદર્શન, સેમિનાર અને પરિસંવાદો ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.


ક્યાં યોજાશે મહોત્સવ?

રાજકોટ જિલ્લાના ધોરાજી, કોટડા સાંગાણી, ગોંડલ, લોધિકા, જામકંડોરણા, પડધરી, જસદણ, રાજકોટ, જેતપુર, ઉપલેટા અને વિંછીયા તાલુકાના વિવિધ સ્થળોએ આ મહોત્સવ યોજાશે. તમારા તાલુકાનું સ્થળ જાણવા માટે તમારી નજીકની કૃષિ યુનિવર્સિટી અથવા તાલુકા પંચાયતનો સંપર્ક કરો.


વિગતવાર વાત કરીએ તો આગામી તા.૦૬ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪નો શુભારંભ કરવામાં આવશે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં આગામી તા.૦૬ તથા ૦૭ ડિસેમ્બરના રોજ જિલ્લાના ૧૧ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪નુ આયોજન કરવામાં આવ્યું છે.

      

રાજકોટ જિલ્લામાં ધોરાજી તાલુકામાં શ્રી ભગવતસિંહજી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ, ધોરાજી, કોટડા સાંગાણી તાલુકામાં ભાડવા-રણછોડદાસ આશ્રમ,સરધાર રોડ, કોટડા સાંગાણી, ગોંડલ તાલુકામાં લેઉવા પટેલ સમાજ, શિવરાજગઢ, લોધિકા તાલુકામાં રમગ-ગમતનું મેદાન, થોરડી રોડ, લોધિકા, જામકંડોરણા તાલુકામાં એ.પી.એમ.સી માર્કેટીંગ યાર્ડ જામકંડોરણા, પડધરી તાલુકામાં કડવા પટેલ સમાજ, સરપદડ, જસદણ તાલુકામાં આદમજી લુકમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ (સ્પોર્ટસ કલબ ગ્રાઉન્ડ)વિંછીયા રોડ,જસદણ, રાજકોટ તાલુકામાં એ.પી.એમ.સી.બેડી,આવક ગેઇટની બાજુનું મેદાન, રાજકોટ, જેતપુર તાલુકામાં તાલુકા પંચાયત, જેતપુર, ઉપલેટા તાલુકામાં માર્કેટીંગ યાર્ડ, કોલકી રોડ,તા. ઉપલેટા, વિંછીયા તાલુકામાં તાલુકા પંચાયત, વિંછીયા ખાતે રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાશે. 


રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ પ્રદર્શન,સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાકનું મૂલ્યવર્ધન જેવા વિષયોને આવરી લેતા કૃષિ પરિસંવાદ, સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર એવોર્ડ વિતરણ, પશુ આરોગ્ય મેળા તથા પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની મુલાકાતનું આયોજન કરી ખેડૂતોને પ્રાકૃતિક અને ટકાઉ કૃષિ વિષે માહિતી આપવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application