ચાર માસના બાળકનું અપહરણ કરનારનું રટણ, રડતો હતો એટલે ઉઠાવી લીધો

  • October 04, 2023 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં મોચીબજાર ટ્રક સ્ટેન્ડ પાસે અંડરબ્રિજ નજીક ખુલ્લામાં રહેતા રાજસ્થાની શ્રમિક પરિવારના ચાર માસના પુત્રના અપહરણમાં ક્રાઈમ બ્રાંચે વાંકાનેર પંથકના સુરેશ નામધારી શખસને સકંજામાં લીધો છે. આરોપી અપહરણનું કારણ હાલ તો બાળક રડતું હતું એટલે ઉઠાવી લીધું હતુંનું રટણ કરી રહ્યો છે જો કે, આરોપી બાળકને લઈને થાન તરફ કેમ નીકળ્યો, ત્યાં બાળકને રેઢું કેમ છોડી દીધું. કોઈ બાળક તસ્કરી ગેંગ સાથે સંકળાયેલો છે કે, એવું કાંઈ કારસ્તા છે કે કેમ? સહિતના મુદે આરોપીની સઘન પૂછતાછ હાથ ધરાઈ છે.


ગઈકાલે વહેલા પરોઢિયે ત્રણેક વાગ્યાના અરસામાં જાગેલા દંપતીએ પડખામાં સૂતેલા ચાર માસના પુત્ર સરવણને ન જોતા દેકારો કરી મુકયો હતો. પોલીસે દશ દિવસ પહેલા જ રાજસ્થાનથી પેટિયુ રળવા બે બાળકી પત્ની અને માસૂમ પુત્ર સાથે રાજકોટ આવેલા રમેશ પન્નાલાલ ભીલની ફરિયાદના આધારે ગુનો નોંધી બાળકની શોધ આરંભી હતી. એ ડિવિઝન ઉપરાંત ક્રાઈમ બ્રાંચ સહિતની પોલીસ કામે લાગી હતી. દરમિયાનમાં ગઈકાલે સવારે જ બાળક થાન હોસ્પિટલમાંથી રેઢું મળી આવ્યું હતું. બાળક મળી આવતા તેના માતા–પિતા તથા શહેર પોલીસે હાશકારો અનુભવ્યો હતો.
બાળકને ઉઠાવી જનાર કોણ? તે બાબતે શોધખોળ જારી રાખી હતી. દરમિયાનમાં ક્રાઈમ બ્રાંચ દ્રારા વાંકાનેર પંથકના સુરેશ નામના શખસને ઉઠાવી લેવાયો હતો. નશાની ટેવ ધરાવતા અને રખડતું ભટકતું જીવન જીવતા સુરેશે પોલીસ સમક્ષ પ્રાથમિક તબક્કે એવું કથન કર્યુ છે કે, પોતે ત્યાં હતો એ વખતે બાળક રડતુ હતું તેને છાનું રાખવા માટે ઉઠાવી લીધું હતું. સુરેશ પણ ઈજાગ્રસ્ત હાલતમાં હોવાથી કેવી રીતે ઈજા થઈ તે બાબતે પૂછતા અગાઉ પડી ગયો હતોનું રટણ કયુ હતું.


બાળકને લઈ જવાના મકસદ બાબતે ફરતું ફરતું બોલતા સુરેશે પોલીસને જણાવ્યું કે વાંકાનેર પંથકનો હોવાથી એ તરફ જવું હતું. બાદમાં ડર લાગતા બાળકને થાન જઈને છોડી દીધું હતું. જો કે, આ બાબતો પોલીસને ગળે ઉતરી નથી. સુરેશ જુઠાણુ ફેલાવતો હોવાની પુરી આશંકા એવી છે.બાળકને રડતું હોવાથી છાનું રાખવા લઈને નશાની હાલતમાં ભાન ન રહેતા સાથે લઈને નીકળી ગયો હોવાની અલગ અલગ વાતો પોલીસ સમક્ષ કરી રહ્યો છે. ખરેખર નશામાં ભાન ભૂલીને આ કૃત્ય કયુ? કોઈ બાળ તસ્કરી ગેંગના ઈસારે આવું કામ કર્યુ કે, બાળકને લઈ જઈને કોઈને વેચી દેવા કે અન્ય ઈરાદો હતો? સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. કંઈક કારણ જુદુ નીકળવાની પોલીસને આશંકા છે.


રાજસ્થાનમાં બ્યાવર પંથકના વતની રમેશ દશ દિવસ પહેલા જ ત્રણ સંતાનો, પત્ની સાથે અહીં આવ્યો છે અને કામની શોધમાં મોચીબજાર પાસે અંડરબ્રિજ નીચે જ ખુલ્લ ામાં રહેતા હતા. તાજેતરમાં જ અહીં આવ્યો હોવાથી તેને કોઈ સાથે માથાકૂટ હોય એવું પણ ન બને. જેથી અલગ ્રઅલગ અેંગલથી ક્રાઈમ બ્રાંચ દ્રારા સુરેશની પૂછતાછ આરંભાઈ હોવાનું જાણવા મળે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application