રાજકોટ જિલ્લાના રેશન કાર્ડ ધારકોને આ મહિને ચણા કે તુવેરદાળનો દાણો પણ નહીં મળે

  • January 02, 2025 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર–જિલ્લ ાના ૧૦ લાખથી વધુ લોકોને આ મહિને ચણા કે તુવેરદાળનો એક દાણો પણ કદાચ નહીં મળે. પુરવઠા નિગમ દ્રારા આજ સુધી બન્નેની સપ્લાય કરાઈ નથી અને આ મહિને ચણા કે દાળ નહીં આવે. ચોખા, ઘઉં અને ખાંડ, મીઠાનો જથ્થો જરૂરિયાત મુજબ આવી જતાં ચાર ચીજથી મન મનાવવું પડશે. ચણા અને તુવેરદાળ નહીં આવતા રેશનિંગ કાર્ડ દુકાનદારોની હાલત કફોડી બની છે.
પુરવઠા વિભાગના આંતરિક વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ આ મહિને ૨૦૨૫ વર્ષના પ્રથમ માસે આરંભે જ પુરવઠા નિગમનું સાયનું નેટવર્ક ગોટે ચડયું છે. રેશનિંગ કાર્ડ પર ચણા અને તુવેરદાળ સપ્લાય કરવામાં આવે છે. આ બન્ને અનાજ આ મહિને દુકાનદારોને ફાળવાશે નહીં જેથી કાર્ડધારકોને આ બન્ને જણસનો એક દાણો પણ નહીં મળી શકે.
યારે ખાંડ અને મીઠાનો પર્યા જથ્થો આવી પહોંચ્યો છે આવી જ રીતે ઘઉં અને ચોખાની માગ પણ પુરી કરાઈ છે. આ ચારેયનો પુરવઠો પુરતા પ્રમાણ કે ડિમાન્ડ મુજબ ઉપલબ્ધ હોવાથી દુકાનદારો દ્રારા ચણા અને તુવેરદાળ ઉપલબ્ધ ન હોવાથી ચારેય ચીજોનો ૧૦૦ ટકા ઉપાડ કરાશે. સમયાંતરે કે મહિને બે મહિને એકાદ જણસ કાંતો સાવ ન આવે અથવા ૫૦ ટકા કે આવા પ્રમાણમાં આવતી હોવાથી દુકાનદારો અને ગ્રાહકોમાં ઘર્ષણની સ્થિતિ બને છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application