રતન ટાટાની ૩,૮૦૦ કરોડની સંપતિનો મોટો હિસ્સો ચેરીટીમાં, પરિવારને બહુ ઓછું મળ્યું

  • April 01, 2025 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના નામાંકિત ઉદ્યોગપતિ રતન ટાટાએ તેમની ૩,૮૦૦ કરોડ રૂપિયાની સંપત્તિનો મોટો હિસ્સો 'રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન' અને 'રતન ટાટા એન્ડોમેન્ટ ટ્રસ્ટ'ને દાનમાં આપ્યો છે, જેનો ઉપયોગ સમાજ સેવા માટે કરવામાં આવશે.

રતન ટાટાના વસિયતનામા મુજબ, તેમણે પોતાની સંપત્તિનો મોટો ભાગ દાનમાં આપ્યો છે. તેમની કુલ સંપત્તિ આશરે રૂ. ૩,૮૦૦ કરોડ હોવાનો અંદાજ છે, જેમાં ટાટા સન્સના શેર અને અન્ય સંપત્તિનો સમાવેશ થાય છે.


ટાટા ગ્રુપના ભૂતપૂર્વ કર્મચારીને પણ હિસ્સો મળ્યો

એક અહેવાલ અનુસાર, તેમની અન્ય સંપત્તિનો એક તૃતીયાંશ ભાગ (લગભગ રૂ. 800 કરોડનો મૂલ્ય), જેમાં બેંક એફડી, નાણાકીય સાધનો, ઘડિયાળો અને પેઇન્ટિંગ્સનો સમાવેશ થાય છે, તે તેમની સાવકી બહેનો શિરીન જેજીભોય અને દિના જેજીભોયને જશે. એક તૃતીયાંશ હિસ્સો મોહિની એમ દત્તાને જશે, જે ટાટા ગ્રુપના ભૂતપૂર્વ કર્મચારી અને રતન ટાટાના નજીકના છે.


નજીકના મિત્રને મિલકત અને ત્રણ બંદૂક

રતન ટાટાના ભાઈ જીમી નવલ ટાટા (82) ને જુહુ બંગલામાં હિસ્સો મળશે, જ્યારે તેમના નજીકના મિત્ર મેહલી મિસ્ત્રીને અલીબાગ મિલકત અને ત્રણ બંદૂક (એક .25 બોર પિસ્તોલ સહિત) મળશે.


પાલતુ પ્રાણીઓ માટે ૧૨ લાખનું ભંડોળ

રતન ટાટાએ તેમના પાલતુ પ્રાણીઓ માટે ૧૨ લાખ રૂપિયાનું ફંડ બનાવ્યું છે, જેમાંથી દરેક પ્રાણીને દર ત્રણ મહિને ૩૦,૦૦૦ રૂપિયા મળશે. તેમના સહાયક શાંતનુ નાયકુડુની વિદ્યાર્થી લોન અને પાડોશી જેક મેલેટની વ્યાજમુક્ત શિક્ષણ લોન માફ કરવામાં આવી છે.રતન ટાટાની વિદેશી સંપત્તિ (લગભગ 40 કરોડ રૂપિયાની) માં સેશેલ્સમાં જમીન, વેલ્સ ફાર્ગો અને મોર્ગન સ્ટેનલી સાથેના બેંક ખાતા અને કંપનીઓમાં શેરનો સમાવેશ થાય છે. તેમની 65 કિંમતી ઘડિયાળો પણ એસ્ટેટમાં સામેલ છે.તેમની વસિયતનામા મુજબ, સેશેલ્સની જમીન 'આરએનટી એસોસિએટ્સ સિંગાપોર'ને જશે. જીમી ટાટાને ચાંદીની વસ્તુઓ અને કેટલાક ઘરેણાં મળશે, જ્યારે સિમોન ટાટા અને નોએલ ટાટાને જુહુની બાકીની મિલકત મળશે.


મિલકતનું વિભાજન થતા 6 મહિના લાગી શકે

મેહલી મિસ્ત્રીને અલીબાગ બંગલો ભેટ આપતી વખતે, રતન ટાટાએ વસિયતનામામાં લખ્યું કે આ મિલકતના નિર્માણમાં મિસ્ત્રીનો મોટો ફાળો હતો અને આશા હતી કે આ સ્થળ તેમને સાથે વિતાવેલા સુખદ ક્ષણોની યાદ અપાવશે. કોર્ટમાં વસિયતનામાની પુષ્ટિ થયા પછી જ મિલકતનું વિભાજન કરવામાં આવશે, જેમાં 6 મહિના જેટલો સમય લાગી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application