રતન ટાટાની હાલત નાજુક, હોસ્પિટલના ICUમાં દાખલઃ રિપોર્ટ

  • October 09, 2024 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટાટા સન્સના ચેરમેન અમિરિટસ રતન ટાટા મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ છે. 86 વર્ષના ટાટાની તબિયત ગંભીર હોવાનું કહેવાય છે. રોયટર્સે સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. ટાટાએ બે દિવસ પહેલા તેમના સ્વાસ્થ્ય અંગેની અફવાઓને ફગાવી દીધી હતી. સોમવારે ઘણા મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ટાટાને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


તેમની બગડતી તબિયતના અહેવાલો પછી ટાટાએ એક નિવેદન બહાર પાડ્યું હતું કે તેમને વય-સંબંધિત બિમારીઓની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી.


સોમવારે જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં ટાટાએ કહ્યું હતું કે, 'મારી ઉંમર અને સંબંધિત બીમારીઓને કારણે હું નિયમિત મેડિકલ ચેકઅપ કરાવું છું. ચિંતા કરવાની કોઈ વાત નથી. મારું મનોબળ ઊંચું છે. તેમણે જનતા અને મીડિયાને 'ખોટી માહિતી ફેલાવવા'થી બચવા વિનંતી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News