રેપીડ બ્લડ ટેસ્ટ દ્વારા ટીબીનું સચોટ નિદાન સંભવ બન્યું

  • November 02, 2023 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સમગ્ર દુનિયામાં સૌથી વધુ ચેપી બીમારીઓ માં ની એક એવી ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ને એક સરળ અને ઝડપી રક્ત પરીક્ષણની મદદથી શોધી શકાય છે. ભારત સહિત પાંચ દેશોમાં કરવામાં આવેલા અભ્યાસના તારણ દ્વારા આ વાત સામે આવી છે.સંશોધકોના જણાવ્યા અનુસાર, દર વર્ષે વિશ્વભરમાં લગભગ 2,40, 000 બાળકો ક્ષય રોગથી મૃત્યુ પામે છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુના 10 મુખ્ય કારણોમાં પણ આ રોગનો સમાવેશ થાય છે.વધુમાં સંશોધકોએ જણાવ્યું હતું કે ટીબીથી થતા મૃત્યુનું મુખ્ય કારણ ઘણીવાર રોગની શોધ ન થઈ શકતી અથવા સમયસર નિદાન ન થવું એ છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં સંસાધનો ખૂબ મર્યિદિત છે.


આ નવી કસોટીનું વર્ણન ’ધ લેન્સેટ ઈન્ફેકશિયસ ડિસીઝ જર્નલ’માં કરવામાં આવ્યું છે, જે ટીબીના નિદાનમાં મહત્વની સિદ્ધિ દશર્વિે છે. આ અભ્યાસ પાંચ દેશોમાં મોટા પાયે કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે ટીબીનું નિદાન સામાન્ય રીતે નીચલા વાયુમાર્ગમાં ઉત્પાદિત લાળના માઇક્રો બાયોલોજીકલ વિશ્લેષણના આધારે કરવામાં આવે છે જો કે, આવા નમૂનાઓ બાળકો પાસેથી મેળવવા મુશ્કેલ છે.તેથી નવી તપાસની તાત્કાલિક હાથ ધરવામાં આવી આ રેપીડ ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ આંગળીમાંથી જ લઈ શકાય છે અને તેના પરિણામ પણ ખૂબ જ ઝડપથી આવે છે.


ઉલ્લેખનીય છે કે એલએમયુ યુનિવર્સિટી હોસ્પિટલ મ્યુનિકના સંશોધક નોર્બર્ટ હેનરિચએ આ અભ્યાસ દક્ષિણ આફ્રિકા, મોઝામ્બિક, તાન્ઝાનિયા, માલાવી અને ભારતની મદદથી હાથ ધર્યો હતો.અભ્યાસમાં 15 વર્ષથી ઓછી ઉંમરના કુલ 975 બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમને ક્ષય રોગ હોવાની શંકા હતી. આ પરીક્ષણની સચોટતા શોધવા માટે, સંશોધકોએ પ્રમાણિત સંદર્ભ પરીક્ષણ દ્વારા બાળકોને ટીબી છે કે નહીં તે શોધવાનો પ્રયાસ કર્યો. આ તપાસ સ્પુટમ વિશ્લેષણ અને બેક્ટેરિયલ વલણના આધારે કરવામાં આવી હતી. સંશોધકોએ જણાવ્યું હતું કે, 90 ટકા ચોકસાઈ સાથેનાં પરીક્ષણો દશર્વિે છે કે લગભગ 60 ટકા બાળકો ક્ષય રોગના શિકાર હતા. તેથી આ પરીક્ષણ અન્ય તમામ પરીક્ષણો કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application