પુષ્પા-ટુમાં રણવીર સિંહ જોવા મળશે આ રોલમાં, દિશા પટાણીનું આઈટમ સોંગ પણ મચાવશે ધૂમ

  • July 03, 2023 05:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મના બીજા ભાગ, પુષ્પા ધી રુલમાં રણવીર સિંહ હોવાનું જાણવા મળ્યું છે. આ ફિલ્મમાં રણવીર એક પોલીસ અધિકારીની ટૂંકી ભૂમિકામાં દેખાશે. આ ઉપરાંત ફિલ્મમાં દિશા પટાણીનું આઈટમ સોંગ પણ ફાઈનલ થયાનું ચર્ચામાં છે. 



પુષ્પા ફિલ્મ  બોલીવૂડના કોઈ મોટા સ્ટારના નામ વિના જ સમગ્ર ભારતમાં લોકપ્રિય બની હતી.જોકે, હવે બીજા ભાગની લોકપ્રિયતા સુનિશ્ચિત બનાવવા માટે તેમાં બોલીવૂડના સ્ટારને સામેલ કરવામાં આવશે તેવી ચર્ચા લાંબા સમયથી ચાલતી હતી. હવે એ બહાર આવ્યું છે કે આ કેમિયો રણવીર સિંહ કરવાનો છે. 


ફિલ્મમાં રણવીર સિંહ પોલીસ અધિકારી તરીકેની ટૂંકી પરંતુ મહત્વની ભૂમિકામાં દેખાશે. જોકે, તેના ભાગનું શૂટિંગ થઈ ચૂક્યું છે કે નહીં તે અંગે હજુ કશું સ્પષ્ટ નથી. 

ફિલ્મનું એક શિડયૂલ તાજેતરમાં હૈદરાબાદમાં પૂર્ણ થયું હતું. તેમાં રશ્મિકા મંદાના પણ જોડાઈ હતી. રશ્મિકાએ સેટ પરથી કેટલીક તસવીરો પણ શેર કરી હતી. હવે ફિલ્મનું આગળનું શિડયૂલ બેંગ્કોકમાં થશે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application