દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનુસૂચિત જાતિના લોકોના વિકાસ માટે માર્ગદર્શન આપતા રેન્જ આઈ.જી.

  • September 26, 2023 11:45 AM 

જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં આઈ.જી.નું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું



દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લામાં આવેલા આઈજીપી અશોકકુમાર યાદવએ અનુસૂચિત જાતિના મોલમાં વિઝીટ લઈને જિલ્લાભરના અનુસૂચિત જાતિના આગેવાનોની હાજરીમાં ખાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.


જેમાં ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા ડીવાયએસપી સમીર સારડાએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા જણાવાયું હતું કે રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓમાં ઓપરેશન સમરસતા અને અરજીઓના ઓરેન્જ રજીસ્ટર અંગેની ખૂબ જ અગત્યની માહિતી આપી અને આ બંને કામગીરીઓ દ્વારા છેવાડાના ગામના અનુ. જાતિના સભ્યોને નડતા પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ કરવા અંગેની કામગીરીની વિગત આપી હતી.


આ ઉપરાંત અતયાચારના બનાવ ન બને તે માટે ગુજસીટોક અને પાસા જેવા કડક અટકાયતી પગલા લેવાયા હોવાની માહિતી પણ તેમણે આપી હતી. ગરીબ લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવીને લૂંટતા વ્યાજખોરો સામે ચલાવેલી ઝુંબેશની સફળતાની પણ બાબત રજૂ કરી અને સાથે અનુ.જાતિ મોલાના બાળકો ખૂબ જ ભણી ગણીને આગળ વધે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ સાથે ગતસાંજે અહીંની પોલીસ અધિક્ષક કચેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવની આ મુલાકાત દરમિયાન જિલ્લાના પોલીસ અધિકારીઓ, સ્ટાફ સાથે સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો વિગેરે જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application