'રામના ભક્ત અને રામકથાના આત્મા.. પવનપુત્ર હનુમાન!' ફિલ્મ આદિપુરુષનું નવું પોસ્ટર થયું રિલીઝ

  • April 06, 2023 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજ હનુમાન જયંતી નિમિતે આદિપુરુષનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ઓમ રાઉતની બિગ બજેટ ફિલ્મ આદિપુરુષના બજરંગ બલીનો લુક સામે આવ્યો છે. જેમાં ભગવાન રામની ભક્તિમાં તલ્લીન 'પવનપુત્ર હનુમાન ' જોવા મળે છે. આ પોસ્ટર પ્રભાસ દ્વારા શેર કરવામાં આવ્યું છે, જેમાં દેવદત્ત ગજાનન નાગે હનુમાનના રોલમાં જોવા મળી રહ્યા છે.

હનુમાન જન્મોત્સવના ખાસ અવસર પર નિર્દેશક ઓમ રાઉતની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આદિપુરુષ'ના પવનપુત્ર હનુમાનનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. દેવદત્ત ગજાનન નાગે ફિલ્મમાં ભગવાન હનુમાનનું પાત્ર ભજવી રહ્યા છે. ફિલ્મ 'આદિપુરુષ'માં ભગવાન શ્રી રામનું પાત્ર ભજવી રહેલા સાઉથના સુપરસ્ટાર પ્રભાસે હનુમાન જન્મોત્સવના ખાસ અવસર પર ફિલ્મમાંથી બજરંગ બલી એટલે કે દેવદત્ત ગજાનન નાગેનો લુક જાહેર કર્યો છે. જેની સાથે કેપ્શન આપવામાં આવ્યું છે, 'રામના ભક્ત અને રામકથાના આત્મા... જય પવનપુત્ર હનુમાન!' દેવદત્ત મરાઠી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં લોકપ્રિય અભિનેતા છે.પોસ્ટરમાં તે હનુમાનના રોલમાં ભગવાન રામની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા છે.

આદિપુરુષના હનુમાનનું પોસ્ટર રિલીઝ થતાં જ હનુમાન ભક્તોનું ઘણું ધ્યાન ખેચ્યું છે. રામ નવમીના અવસર પર નિર્માતાઓએ 'આદિપુરુષ'નું પોસ્ટર શેર કર્યું હતું. જેમાં પ્રભાસ પ્રભુ શ્રીરામ અને કૃતિ સેનન માતા સીતાના રોલમાં જોવા મળ્યા હતા. જ્યારે સની સિંહ લક્ષ્મણના રોલમાં જોવા મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application