અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિા થઈ ચૂકી છે. પાંચ વર્ષના બાળ સ્વપે દર્શન આપી રહેલા રામલલાના પ્રાણ પ્રતિાના પ્રસંગે ખાસ શૃંગાર કરાયો હતો. આ દિવ્ય આભૂષણો અધ્યાત્મ રામાયણ, શ્રીમદ્રાલ્મીકિ રામાયણ, શ્રી રામચરિમાસ અને અલવંદર સ્તોત્રના સંશોધન અને અભ્યાસ પછી અને તેમાં વર્ણવેલ શ્રી રામની શાક્ર આધારિત સુંદરતા અનુસાર બનાવવામાં આવ્યા છે.યતીન્દ્ર મિશ્રાની પરિકલ્પના અને સલાહ મુજબ આ આભૂષણોનું નિર્માણ અંકુર આનંદની સંસ્થા હરસહાયમલ શ્યામલાલ વેલર્સ લખનઉએ કયુ છે.ભગવાન રામના બાળ સ્વપને પૌરાણિક કથાઓમાં વર્ણવેલા તેમના દેખાવના આધારે ઘણા દિવ્ય આભૂષણો અને વક્રોથી શણગારવામાં આવ્યું છે.
માથાનો મુગટ:
ઉત્તર ભારતીય પરંપરા અનુસાર તે સોનાનો બનેલો છે, પરંપરા મુજબ જેમાં માણેક, નીલમણિ અને હીરાથી શણગારવામાં આવેલ છે. ભગવાન સૂર્યને મુગટની બરાબર મધ્યમાં દર્શાવવામાં આવ્યા છે. મુગટની જમણી બાજુએ મોતી લટકાવેલા છે.
કુંડલ:
ભગવાનના કાનના આભૂષણો મુકુટ અથવા કિરાત અનુસાર અને તે જ ડિઝાઇન ક્રમમાં બનાવવામાં આવ્યા છે, જેમાં મોરની આકૃતિઓ બનાવવામાં આવી છે અને તેને સોના, હીરા, માણેક અને નીલમણિથી પણ શણગારવામાં આવે છે.
ગળાનો હાર:
ગળાને અર્ધ ચંદ્રના આકારના રત્નોથી જડેલા હારથી શણગારવામાં આવે છે, જેમાં શુભ ફલો બનાવવામાં આવે છે અને મધ્યમાં સૂર્ય ભગવાન બનાવવામાં આવે છે. સોનાના બનેલા આ નેકલેસમાં હીરા, માણેક અને નીલમણિ જડેલી છે. ગળાની નીચે નીલમણિની દોરીઓ મૂકવામાં આવી છે.
કૌસ્તુભમણી:
કૌસ્તુભમણી ભગવાનના હૃદય પર બિરાજમાન કરાયું છે, જે મોટા માણેક અને હીરાથી સુશોભિત છે. ભગવાન વિષ્ણુ અને તેમના અવતારો તેમના હૃદયમાં કૌસ્તુભમણી ધારણ કરે છે. શાક્ર અનુસાર તેને પહેરાવવામાં આવ્યો છે.
વિજય માળા :
ત્રીજો અને સૌથી લાંબો હાર છે જે સોનાનો બનેલો છે અને ભગવાનને અર્પણ કારવમાં આવ્યો છે. જેમાં કેટલીક જગ્યાએ માણેક લગાવવામાં આવ્યા છે, તેને વિજયના પ્રતીક તરીકે પહેરવામાં આવે છે, જેમાં વૈષ્ણવ પરંપરાના તમામ શુભ પ્રતીકો, સુદર્શન ચક્ર, પધ્મપુષ્પ, શખં અને મંગલ–કળશ દર્શાવવામાં આવ્યા છે. તે દેવતાઓને પ્રિય એવા પાંચ પ્રકારના ફલોથી પણ શણગારવામાં આવે છે, જે અનુક્રમે કમળ, ચંપા, પારિજાત, કુંડ અને તુલસી છે.
રામલલ્લાએ પહેરેલા આભૂષણોની વિશેષતા
– મુગટ ૧ કિલો ૭૦૦ ગ્રામ સોનાનો બનેલો છે, જેમાં ૭૫ કેરેટ ડાયમંડ, લગભગ ૧૭૫ કેરેટ ઝામ્બિયન એમરાલ્ડ, લગભગ ૨૬૨ કેરેટ બી જડવામાં આવ્યા છે. આ મુગટ ૨૨ કેરેટ સોનાનો બનેલો છે અને તેનું વજન આશરે ૫૦૦ ગ્રામ છે.
– તિલક ૧૬ ગ્રામ સોનાનું છે. તેની મધ્યમાં ત્રણ કેરેટના હીરા અને બંને બાજુ લગભગ ૧૦ કેરેટના હીરા મૂકવામાં આવ્યા છે.
– ભગવાન રામને પન્નાની વીંટી પહેરાવવામાં આવી છે, જેનું વજન ૬૫ ગ્રામ છે. તેમાં ૪ કેરેટ હીરા અને ૩૩ કેરેટ નીલમણિ છે.
– ભગવાનના જમણા હાથમાં ૨૬ ગ્રામ સોના અને માણેકની વીંટી છે જેમાં માણેકની સાથે હીરા પણ જડેલા છે.
– ભગવાન રામના નાના પર ૮૫૦ ગ્રામ વજનના બે કડાં પહેરવામાં આવ્યા છે જેમાં લગભગ ૧૦૦ હીરા અને ૩૨૦ નીલમણિ માણેક જડેલા છે.
– ભગવાન રામના ચરણ માટે ૪૦૦ ગ્રામ સોનું, ૫૫ કેરેટ હીરા અને ૫૦ કેરેટ નીલમણિ વગેરેથી જડેલા કડાં બનાવવામાં આવ્યા છે.
– રામ લાલ માટે ૨૨ કેરેટ સોનાના ૪૦૦ ગ્રામ વજનના બાજુબધં બનાવવામાં આવ્યા છે.
– ભગવાન રામની કમરને સુશોભિત કરવા માટે ૭૫૦ ગ્રામ સોનાનો કમરબધં બનાવવામાં આવ્યો છે. તેમાં ૭૦ કેરેટ હીરા અને લગભગ ૮૫૦ કેરેટ માણેક અને નીલમણિ છે.
– ભગવાન રામના ધનુષ અને બાણ ૨૪ કેરેટ ૧ કિલો સોનાથી બનેલા છે.
– ભગવાન રામના ગળામાં લગભગ ૫૦૦ ગ્રામનો સોનાનો હાર છે.
– ભગવાન રામનો બીજો હાર પંચાલડા છે જેનું વજન ૬૬૦ ગ્રામ છે અને તે લગભગ ૮૦ હીરા અને ૫૫૦ કેરેટ નીલમણિથી જડેલું છે.
– ભગવાન રામ લાલાના ગળામાં સૌથી મોટો હાર વિજયમાલા છે. તેનું વજન અંદાજે ૨ કિલો છે અને તે ૨૨ કેરેટ સોનાથી બનેલું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech