Raksha Bandhan: રાખડી ક્યારે ખોલવી જોઈએ? તેને ક્યાં રાખવી જોઈએ? 

  • August 16, 2024 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતિક છે. આ દિવસે શુભ સમયે બહેનો તેમના ભાઈના હાથ પર રાખડી બાંધે છે. રાખડી બાંધવા માટે પણ શુભ સમયની રાહ જોવામાં આવે છે. જેથી તે ભાઈના સુખ, સમૃદ્ધિ અને પ્રગતિમાં મદદ કરે છે. રક્ષાબંધન પર ભાઈઓ પોતાના હાથ પર ઘણા દિવસો સુધી રાખડી બાંધી રાખે છે, કેટલાક તો આખું વર્ષ પણ રાખડી બાંધી છે. પરંતુ શું તમે જાણો છો? આખા વર્ષ દરમિયાન રાખડી બાંધી રાખવી જોઈએ? રક્ષાબંધન પછી રાખડી ક્યારે ખોલવી જોઈએ?

રક્ષાબંધન પર રાખડી બાંધવાનો સમય
જ્યોતિષના જણાવ્યા અનુસાર આ વખતે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ સોમવારના રોજ છે. આ વખતે રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 1:30 થી 9:08 સુધીનો છે. 

રાખડી ક્યારે ખોલવી જોઈએ?
રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જે દિવસે ભાઈના હાથ પર રાખડી બાંધવામાં આવે તે દિવસે તેને ઓછામાં ઓછા 24 કલાક સુધી બાંધીને રાખવી જોઈએ. 24 કલાક પછી એટલે કે એક દિવસ વીતી ગયા પછી એ રાખડી ખોલવી અને ઉતારવી જોઈએ. ઘણી જગ્યાએ લોકો રક્ષાબંધનથી લઈને જન્માષ્ટમી સુધી રાખડી બાંધે છે. 

રાખડી ખોલવા માટે કોઈ નિશ્ચિત દિવસ કે સમય નથી. શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ નથી. આ કારણથી લોકો ઘણા દિવસો સુધી રાખડી બાંધી છે. જો કે શાસ્ત્રોમાં પવિત્રતાનું ઘણું મહત્વ છે. જો તમે ઘણા દિવસો સુધી રાખડી બાંધીને રાખો તો તે અશુદ્ધ થઈ જાય છે,  જેનાથી ખામીઓ સર્જાય છે.

શ્રાવણ મહિનાના પૂર્ણિમા પછી પિતૃપક્ષ શરૂ થાય છે, તે દરમિયાન પણ જો રાખડી બાંધતા રહો તો તે અપવિત્ર થઈ જાય છે. અશુદ્ધ વસ્તુઓ નકારાત્મક ઉર્જા બનાવે છે. આ કારણથી પણ એક દિવસ પછી રાખી કાઢી નાખવી જોઈએ.

રક્ષાબંધન પછી રાખડીનું શું કરવું?
રક્ષાબંધન પછી રાખડી ખોલીને તેનું વિસર્જન કરવું. તે રાખડીને એક બોક્સમાં રાખી શકો છો અથવા તેને દેવ વૃક્ષ પર બાંધી શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application