રાજકોટમાં ગણેશ ચતુર્થીએ સવા ઈંચ વરસાદ વરસ્યો

  • September 19, 2023 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં સતત બીજા દિવસે ધીમી ધારે ભાદરવી મેઘ સવારી વરસતા રાજકોટમાં આજે ગણેશ ચતુર્થીએ વધુ સવા ઈંચ વરસાદ નોંધાયો છે અને આ સાથે રાજકોટમાં મોસમનો કુલ વરસાદ ૨૮.૫૦ ઈંચ થયો છે તેમ રાજકોટ મહાપાલિકાના મોન્સૂન કન્ટ્રોલ મના સૂત્રોએ જણાવ્યું હતું.

વધુમાં રાજકોટ મહાપાલિકાના મોન્સૂન કન્ટ્રોલ મના સૂત્રોએ જણાવ્યું હતું કે ગઇકાલે તા.૧૯ને સોમવારે બપોરે ત્રણથી આજે તા.૨૦ને મંગળવારે બપોરે ત્રણ વાગ્યે સુધીના છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ શહેરમાં ૩૦ મીમી (સવા ઈંચ) વરસાદ નોંધાયો છે.

જેમાં સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ ૩૦ મીમી, વેસ્ટ ઝોનમાં ૨૮ મીમી અને ઇસ્ટ ઝોનમાં ૨૫ મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે રાજકોટ શહેરનો મોસમનો કુલ વરસાદ જોઇએ તો સેન્ટ્રલ ઝોનમાં ૭૧૪ મીમી (૨૮.૫૦ ઈંચ), ઇસ્ટ ઝોનમાં ૫૧૦ મીમી (૨૦.૫૦ ઈંચ) અને વેસ્ટ ઝોનમાં ૬૬૨ મીમી (૨૬.૫૦ ઈંચ) થયો છે

ન્યારી–૧ ડેમ ઉપર એક ઈંચ વરસાદ; સપાટી યથાવત
પશ્ચિમ રાજકોટના મુખ્ય જળ ક્રોત એવા કાલાવડ રોડ ઉપરના ન્યારી–૧ ડેમ સાઇટ ઉપર રાત્રે એક ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરવાસના ગામોમાં વરસાદ ન હોય સપાટી યથાવત રહી છે. કુલ ૨૫ ફટની ઉંડાઇના ન્યારી–૧ની સપાટી હાલ ૨૨.૮૦ ફટ છે. ઉલ્લેખનીય છે કે ચાલુ ચોમાસે ડેમ વખત ઓવરલો થઇ ચુકયો છે.

ન્યારી–૨ ડેમ ઉપર દોઢ ઈંચ: અડધો ફૂટ પાણીની આવક
રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર હનુમાનધારા પાસે આવેલા ન્યારી–૨ ડેમ સાઇટ ઉપર ગત રાત્રે દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો, ડેમના ઉપરવાસના ગામોમાં પણ સારો વરસાદ થતાં ડેમમાં અડધો ફટ નવા પાણીની આવક નોંધાઇ છે. કુલ ૨૦.૭૦ ફટની ઉંડાઇના ન્યારી–૨ ડેમની સપાટી હાલ ૨૦.૩૦ ફટ છે.

આજી–૧ ઉપર અડધો ઈંચ વરસાદ; સપાટી યથાવત
રાજકોટ શહેરના મુખ્ય જળ ક્રોત આજી–૧ની ડેમ સાઇટ ઉપર રાત્રે ફકત અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો, ઉપરવાસના ગામોમાં વરસાદ ન હોય ડેમની સપાટી યથાવત રહી છે. કુલ ૨૯ ફટની ઉંડાઈના આજી–૧ની સપાટી હાલ ૨૫.૭૦ ફટ છે. ચાલુ ચોમાસે જુલાઇ માસમાં આજી–૧ ડેમ એક વખત ઓવરલો થઇ ચુકયો છે.

આજી–૧ ઉપર અડધો ઈંચ વરસાદ; સપાટી યથાવત
રાજકોટ શહેરના મુખ્ય જળ ક્રોત આજી–૧ની ડેમ સાઇટ ઉપર રાત્રે ફકત અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો, ઉપરવાસના ગામોમાં વરસાદ ન હોય ડેમની સપાટી યથાવત રહી છે. કુલ ૨૯ ફટની ઉંડાઈના આજી–૧ની સપાટી હાલ ૨૫.૭૦ ફટ છે. ચાલુ ચોમાસે જુલાઇ માસમાં આજી–૧ ડેમ એક વખત ઓવરલો થઇ ચુકયો છે

લાલપરી તળાવ ઉપર પોણો ઈંચ વરસાદ
રાજકોટની ભાગોળે ઉપલાકાંઠે આવેલા લાલપરી તળાવની સાઇટ ઉપર ૧૫ મીમી વરસાદ નોંધાયો છે, જો કે ઉપરવાસમાં વરસાદ ન હોય કુલ ૧૫ ફટની ઉંડાઇના લાલપરીની સપાટી ૧૪.૬૦ ફટે યથાવત રહી છે. આ તળાવનું પાણી પ્રધુમન પાર્ક ઝૂના પશુ, પંખી, પ્રાણીઓ અને બાગાયત માટે રિઝર્વ છે

ભાદર–૧ ડેમ ઉપર નહિવત વરસાદ; સપાટી યથાવત
રાજકોટને દરરોજ ૪૫ એમએલડી પાણી પુ પાડતા ભાદર–૧ ડેમ ઉપર છેલ્લા ૨૪ કલાકમાં નહિવત વરસાદ છે, કુલ ૩૪ ફટની ઉંડાઇના ભાદર–૧ની સપાટી હાલ ૩૨.૮૦ ફટ છે. ભાદર–૧ ડેમ પણ ચાલુ ચોમાસે જુલાઇ માસમાં એક વખત ઓવરલો થઇ ચુકયો છે. ઉપરવાસમાં કયાંય વરસાદ ન હોય ડેમમાં નવી આવક નોંધાઇ નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application