રાજકોટ જિલ્લા ભાજપે સંગઠન ચૂંટણી માટે તમામ ૧૭ મંડલમાં નિમણૂક કરી

  • November 13, 2024 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે આશિષ દવે, સહ અધિકારી તરીકે પ્રફુલ ટોળિયા અને દીપક પીપળિયાને જવાબદારી સોંપીમુજબ તમામ ૧૭ મંડલોમાં સહયોગીઓની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં ભાજપના ચૂંટણી અધિકારી તરીકે આશિષ દવે સહ ચૂંટણી અધિકારીઓ તરીકે પ્રફુલભાઈ ટોળીયા અને દીપકભાઈ પીપળીયાના નામની જાહેરાત કરવામાં આવી છે.
ઉપલેટા શહેર ઉપલેટા તાલુકો ભાયાવદર શહેર ધોરાજી શહેર ધોરાજી તાલુકો જામકંડોરણા તાલુકો જેતપુર શહેર જેતપુર તાલુકો ગોંડલ શહેર ગોંડલ તાલુકો કોટડા સાંગાણી તાલુકો લોધીકા તાલુકો રાજકોટ તાલુકો પડધરી તાલુકો જસદણ શહેર જસદણ તાલુકો અને વિછીયા તાલુકામાં આ નિમણૂકો કરવામાં આવી છે. સંગઠન માળખાની રાજકોટ જિલ્લાની ચૂંટણી માટે જિલ્લા ભાજપના સિનિયર આગેવાનો રાજુભાઈ ધારૈયા અમિતભાઈ પડારીયા તળસીભાઈ તાલપરા બાવનજીભાઈ મેતાલીયા મુકેશભાઈ તોગડીયા મનોજભાઈ રાઠોડ ચેતનભાઇ પાણ સતિષભાઈ ભીમજીયાણી વગેરેને જવાબદારી સોપવામાં આવી છે. જિલ્લા ભાજપમાં પ્રાથમિક સભ્યો નોંધણીની કામગીરી પૂરી કરવામાં આવી છે અને અત્યારે સક્રિય સભ્યની નોંધણીની કામગીરી ચાલુ છે. આગામી દિવસોમાં યારે ચૂંટણી યોજવામાં આવશે ત્યારે તેની અત્યારથી જ તૈયારી શ કરી દેવામાં આવી છે. રાષ્ટ્ર્રીય અને પ્રદેશ પ્રમુખોની નિમણૂકોની સાથો સાથ ભાજપના શહેર જિલ્લા તાલુકા વોર્ડ બુથ અને મંડલ કક્ષાએ નવા સંગઠન માળખાની રચનાની કાર્યવાહી ટૂંક સમયમાં શ કરવામાં આવશે.
ગ્રામ પંચાયતો નગરપાલિકાઓ તાલુકા પંચાયતોની ચૂંટણી નજીકના ભવિષ્યમાં હોવાથી ત્યારે ચૂંટણી જાહેર થાય ત્યારે સમગ્ર તત્રં તે કામગીરીમાં લાગી જશે અને અત્યારે સંગઠન માળખાની ચૂંટણીની તૈયારીઓ શ કરી દેવામાં આવી છે. પંચાયતોની ચૂંટણી પૂરી થયા પછી તુરત સંગઠન માળખાની ચૂંટણી હાથ ધરવામાં આવશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ટર્મ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. તે જોતા આવતા મહિને ભાજપમાં સંગઠન માળખાની ચૂંટણીનો ધમધમાટ જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News