રેલવેમાં રાજકોટ સુધી ડબલ ટ્રેક તેમજ છેક ઓખા અને નવલખી સુધી રેલવે લાઇનનું વીજળીકરણ થઈ ગયું છે, તેવા સંજોગોમાં રેલવે બોર્ડ દ્વારા અમદાવાદ ટર્મિનેટ થતી કેટલીક ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાના રેલ મંત્રાલય અને ચર્ચગેટ હેડ ક્વાર્ટર દ્વારા કરાયેલા આદેશોની છેલ્લા એક વર્ષથી અમલવારી નહીં થતા સ્થાનિક રેલ તંત્રની કડક આલોચના થઈ રહી છે, તેમાં છેલ્લે ઓગસ્ટ માસમાં અમદાવાદ રેલવે સ્ટેશનના આધુનિકરણ સબબ અમદાવાદ- નાગપુર પ્રેરણા એક્સપ્રેસ ત્રિ-સાપ્તાહિક સહિતની ચાર ટ્રેનો રાજકોટ ખાતેથી ટર્મિનેટ કરવાના ’મેટર મોસ્ટ અર્જન્ટ’ પરિપત્રની પણ રાજકોટના રેલવે તંત્રે કોઇ દરકાર નહીં કરતા સૌરાષ્ટ્રના ઉતારૂઓ સાધન સુવિધાઓ હોવા છતાં મહત્વની સગવડોથી વંચિત રહી જવા પામ્યા છે.
અમદાવાદ ખાતે નિમર્ણિાધિન 16 માળના અધ્યતન વિશાળ રેલવે સ્ટેશન સંકુલમાં મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન સ્ટેશનોને જગ્યા આપવા કાલુપુર સ્ટેશને બ્રોડગેજ ટ્રેનના પ્લેટફોર્મ ઓછા કરવાને કારણે દશ જેટલી ટ્રેનોના ટર્મિનેશન ખસેડવાની જરૂર ઊભી થઈ હોવાની ગત વર્ષે થયેલી ચચર્ઓિ વચ્ચે તત્કાલીન રેલ રાજ્યમંત્રી દર્શના જરદૌશે સોશિયલ મીડિયામાં અમદાવાદથી દોડતી લાંબા અંતરની છ ટ્રેનોનું ટર્મિનેશન ટૂંક સમયમાં જ રાજકોટથી કરવાની ઘોષણા કરી હતી. આ ઉપરાંત તત્કાલીન સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા પણ અમદાવાદની છ ટ્રેનો રાજકોટથી શરૂ કરવાની અખબારો દ્વારા જાહેરાત એકથી વધુ વખત કરી ચુક્યા છે. પરંતુ તેમછતાં કોઈ કારણોસર રાજકોટ રેલવે ડિવિઝનમાં આ બાબતની હજી સુધી કોઈ હિલચાલ દેખાતી નથી.
દરમિયાન છેલ્લે ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં પશ્ચિમ રેલવેના હેડ ક્વાર્ટર ચર્ચગેટ તરફથી અમદાવાદથી ચાર ટ્રેનોને રાજકોટથી ટર્મિનેટ કરવાના મતલબનો મેટર મોસ્ટ અર્જન્ટ પરિપત્ર રિમાઇન્ડર નં. 3 સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા રાજકોટને નવી ચાર ટ્રેનો મળી રહી હોવાનું જાહેર થતાં લોકોમાં ખુશી વ્યાપી હતી. પરંતુ આજે અઢી મહિના બાદ પણ હેડ કવાર્ટરના મેટર મોસ્ટ અર્જન્ટ પરિપત્રની રાજકોટ ડિવિઝનના સંબંધિત વિભાગ દ્વારા અમલવારી કરવામાં આવતી નથી. આ ચાર ટ્રેનોમાં અમદાવાદ- નાગપુર ત્રિ-સાપ્તાહિક પ્રેરણા એક્સપ્રેસ, અમદાવાદ- કલકત્તા, અમદાવાદ- કોલ્હાપુર અને અમદાવાદ- પટણા સાપ્તાહિક ટ્રેનોને તાત્કાલિક રાજકોટથી ટર્મિનેટ કરવાનો આદેશ છે.
જોકે આ અગાઉના રેલ્વે મિનિસ્ટ્રીના ’મેટર મોસ્ટ અરજન્ટ’ પરિપત્ર તેમજ રેલ રાજ્ય મંત્રી દ્વારા સોશિયલ મીડિયામાં તેમજ તત્કાલીન સાંસદ મોહનભાઈ કુંડારીયા તેમજ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા મોકલવામાં આવેલી યાદીમાં કુલ છ ટ્રેનો અમદાવાદથી રાજકોટ લંબાવાતી હોવાનું જાહેર કરાયું હતું. પરંતુ લોક પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવતી ઘોષણા ઉપરાંત હેડ ક્વાર્ટરના મેટર મોસ્ટ અર્જન્ટ પરિપત્ર રાજકોટ રેલવે ડિવિઝનના સંબંધિત અધિકારીઓ દ્વારા અમલવારી વિના જ કચરાપેટીમાં નાખી દેવાતા હોય એમ હજી સુધી એક પણ નવી ટ્રેન રાજકોટથી શરૂ કરવામાં આવી નથી.
રેલ મંત્રાલય અને ચર્ચગેટ હેડ ક્વાર્ટરના આદેશ છતાં ટ્રેનો રાજકોટથી નહી લંબાવવા પાછળ રેલવેના સ્થાનિક અધિકારીઓની કોઈ મજબૂરી હોવાની અથવા લાખો રૂપિયાનો પગાર સહિતનો માન મરતબો મેળવનાર ચોક્કસ અધિકારીઓની કોઇ જવાબદારી નહીં લેવાની મનોવૃત્તિ કારણભૂત હોવાની ચચર્િ છે.
રાજકોટ ડિવિઝનમાં છેલ્લા કેટલાક સમયથી આઠ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, આ સ્પે. ટ્રેનો વિશે લોકોમાં અપૂરતી જાણકારી હોય છે, ત્યારે તેમાં ઓક્યુપ્ન્સી એ તપાસનો વિષય છે. ત્યારે રેલવે મંત્રાલય અને હેડ ક્વાર્ટરના આદેશ મુજબની ટ્રેનો રાજકોટથી કેમ ચાલુ કરાતી નથી તેવો પ્રશ્નાર્થ ઉઠ્યો છે.
કઈ ટ્રેનો રાજકોટ ટર્મિનેટ કરવાનો આદેશ છે?
ચર્ચગેટ હેડ ક્વાર્ટરના પરિપત્રમાં જણાવ્યા મુજબ અમદાવાદથી ટર્મિનેટ થતી
1) મંગળ, શુક્ર અને સોમવારે સવારે 10-25 વાગ્યે ઉપડતી નંબર 22138/ 37 અમદાવાદ- નાગપુરની પ્રેરણા એક્સપ્રેસ ત્રિસાપ્તાહિક ટ્રેન,
2) અમદાવાદથી દર મંગળવારે સવારે 8-30 વાગે ઉપડતી નંબર 19421/ 22 અમદાવાદ- પટણાની એક્સપ્રેસ ટ્રેન,
3) અમદાવાદથી દર સોમવારે બપોરે 2-40 વાગે ઉપડતી નંબર 11049/ 50 અમદાવાદ- કોલ્હાપુર એક્સપ્રેસ અને 4) અમદાવાદ થી દર શુક્રવારે સવારે 8-40 વાગે ઉપડતી નંબર 19413/ 14 અમદાવાદ- કોલકાત્તાની એક્સપ્રેસ ટ્રેન,
5) અમદાવાદથી દર શુક્રવારે સાંજે 4.50 વાગે ઉપડતીશનં. 22967/ 68 અમદાવાદ- પ્રયાગરાજ,
6) અમદાવાદથી દર મંગળવારે સવારે 5:50 વાગે ઉપડતી નં. 12917/ 18 અમદાવાદ- નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ.
સ્થાનિક તંત્ર સુવિધા આપવામાં ઉદાસીન
રાજકોટ રેલવે સ્ટેશન ઉપરથી ઉપડતી તમામ અપ ટ્રેનો પ્લેટફોર્મ નંબર ત્રણ અને ચાર ઉપરથી ઉપાડવામાં આવે છે, એક નંબરના પ્લેટફોર્મ ઉપરથી કેટલીક ટ્રેનો ઉપડતી હતી તે ક્રોસ ઓવરની સુવિધા હોવા છતાં બંધ કરી દેવાઇ છે. વડોદરા ઇન્ટરસિટી, જબલપુર, સૌરાષ્ટ્ર જનતા, ડુરંટો સહિતની કેટલીક અપ ટ્રેનો એક નંબરના પ્લાન્ટ પ્લેટફોર્મ નંબર ઉપરથી ઉપડતી થાય તેમાં સ્થાનિક અધિકારીઓને રસ નહીં હોવાની ચચર્િ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech