રાજકોટ: 'પોલીસવાળા છોકરાઓ બધા ઘરના જ છે'  દેહવેપાર ધંધો ચલાવતાં JDનો ઓડિયો વાયરલ

  • February 26, 2023 11:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં ચાલતા ઓનલાઈન દેહવેપારનો પર્દાફાશ થયો છે. શહેરના વિવિધ વિસ્તારમાં કુટણખાના ચાલી રહ્યા છે. મેસેન્જર એપ પર કુટણખાના અંગેની ડીલ થાય છે. જે.ડી નામનો યુવક ખુલ્લેઆમ ગોરખધંધો ચલાવી રહ્યો છે.  જે.ડી.નામના વ્યક્તિએ ગ્રાહકને મહિલાના ફોટા મોકલ્યા હતા. દલાલ અને ગ્રાહક વચ્ચે થયેલી વાતચીતના ઓડિયો પણ વાયરલ થયા છે. જેમાં પોલીસ પણ સાથે હોવાનું જે.ડી.એ જણાવ્યું છે. સોશિયલ મીડિયા પર આ ઓડિયો ફરતા થતાં રાજકોટ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. આજકાલ મીડિયા આ ઓડિયોની પુષ્ટી કરતું નથી. 
​​​​​​​

રાજકોટનો જેડી નામનો વ્યક્તિ અલગ અલગ યુવતીઓના ફોટા મોકલી બેરોકટોક ગોરખધંધો ચલાવી રહ્યો છે. જેના વોટ્સએપ મેસેજના સ્ક્રીનશોટ્સ પણ વાયરલ થયા છે. જેમાં ફોન નંબર 'JD' નામથી સેવ કરેલો છે. સોશિયલ મીડિયામાં હાલ કેટલાક ફોટોઝ અને ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલા દલાલ અને અન્ય એક વ્યક્તિ વચ્ચે વાતચીત કરવામાં આવી રહી છે. દલાલ બિન્દાસ પણે પોલીસમાં બધા પોતાના જ છોકરાઓ છે તેવો દાવો કરી રહ્યો છે. સાથે જ માનુનીનો ભાવ પણ બિન્દાસ પણે 3500, નાઈટના 12000 અને દારૂની બોટલની પણ વ્યવસ્થા કરી આપશે. બુટલેગર બોટલ આપી જશે, જેના અલગથી 1200 રૂપિયા આપવા પડશે તે પ્રકારની વાતચીત પણ કરે છે. આમ ન માત્ર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેહ વ્યાપારનો ધંધો થઈ રહ્યો છે પરંતુ દારૂનો પણ ગેરકાયદેસર ખરીદ-વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું ઓડિયો ક્લિપ પરથી સ્પષ્ટ થાય છે.


ઓડિયો ક્લિપમાં દલાલ દ્વારા જે હોટલનું સરનામું આપવામાં આવે છે તે હોટલ પોલીસ સ્ટેશનથી માત્ર 35થી 50 ડગલાં જ દૂર હોવાનું જણાઈ રહ્યું છે. રાજકોટ શહેરની એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે જ ઓડિયો ક્લિપમાં જણાવવામાં આવેલી હોટલ આવેલી છે.ત્યારે હજુ સુધી પોલીસ દ્વારા વાયરલ ઓડિયો ક્લિપ મામલે તેમજ ફોટો મામલે કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો હોય તેવું પોલીસના ડેઇલી રિપોર્ટમાં જોવા નથી મળી રહ્યું. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application