હાદસો કા શહર રાજકોટ? દર પાંચ દિવસે એક હત્યા !

  • December 02, 2024 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાદસો કા શહર રાજકોટ બની રહ્યું હોય અથવા તો સૌરાષ્ટ્ર્રનું કેપિટલ મનાતું રાજકોટ હવે ક્રાઈમ કેપિટલ પણ બનવા તરફ હોય તેમ દર પાંચ દિવસે રાજકોટમાં એક હત્યાથી ધરતી લોહીયાળ બની છે. એક સમયે શાંત અને રંગીલા રાજકોટમાં માત્ર એક જ માસમાં છ–છ હત્યાથી સામાન્ય જન પણ ફફડી રહ્યો હશે કે, શું થઈ રહ્યું છે આ મારા રાજકોટમાં ? બેસવા, ફાકી આપવા, ઉધાર નાણા ન દેવા, લઘુશંકા કરવા જેવી સામાન્ય બાબતોમાં ખુલ્લ ેઆમ ખચાખચ છરીના ઘા ઝીંકીને જીવ લઈ લેવાય છે. શું આવી ઘટનાઓથી પોલીસ અને જેના મતોથી ચૂંટાઈને ઐસો આરામ કે ખુરશી મેળવતા પોલીટીશ્યન્સનું પેટનું પાણી પણ હલતું નથી ? કે રાજકોટ અને સામાન્ય શહેરીઓની કોઈને પડી નથી ? આવો સહજ સવાલ સામાન્યજનમાં ઉઠતો હશે.
એક માસમાં સરેરાશ પાંચ દિવસમાં એક હત્યાના સિલસિલા પર નજર કરીએ તો દિવાળી બાદ સર્વેશ્ર્વર ચોક પાસે કાતિર્ક સરવૈયા નામના યુવાનની અમરદીપ ઉર્ફે બલીએ હત્યા કરી, ત્યાર બાદ તા.૭ના રોજ ચામુંડાનગરમાં રહેતા કમલેશ રાઠોડની પત્ની સાથે સંબધં હોવાની શંકાએ નિલેશ વાઘેલાએ સાગરીત સાથે મળી હત્યા કરી, પાંચ દિવસ બાદ તા.૧૨ના રોજ ઘર પાસે લઘુશંકા કરવાના મામલે વિજય ઉર્ફે વિભો સમજુભાઈ સોલંકી ઉ.વ.૪૫ની પાડોશી રવિ વિક્રમ કાલીયા અને વિજય ભુપત ચાવડાએ હત્યા કરી બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યેા હતો. કટારીયા ચોકડી પાસે સાવકા પુત્ર જોગેન્દ્ર કિશનરામસ્વરૂપે બાઈક લઈ દેવાની ના કહેનાર પિતા રાજેશ કુમારપાળ રાજપુત ઉ.વ.૪૫ને માથામાં હથોડો ફટકારી હત્યા કરી હતી.
કુવાડવા રોડ પર ઉધમસિંઘ ટાઉનશીપમાં રહેતી રેશ્મા યુનુસભાઈ બેલીમ નામની મહિલાની ઘરમાં ઘુસીને કૌટુંબીક જેઠ સહિતનાએ હત્યા કરી હતી. ત્યાર ફરી બે દિવસ પહેલા ગત શનિવારના રોજ કોઠારીયા રોડ પર કારખાનેદાર યુવાન હાર્મિશ હંસરાજભાઈ ગજેરા ઉ.વ.૨૮ની પગથીયા પર બેસવાના સામાન્ય કારણમાં નામચીન શખસ દોલતસિંહ ઉર્ફે દોલુ ભાવસિંહ સોલંકીએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી અને ગઈકાલે સમીસાંજ બાદ ભગવતીપરામાં ફાકી નહીં આપવા બાબતે યુવાનને ત્રણ શખસોએ છરીના ઘા ઝીંકતા આ યુવક અત્યારે હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. સરેરાશ પાંચ દિવસે એક હત્યા જેવો લોહીયાળ સિલસિલો રાજકોટમાં ચાલી રહ્યો છે. પોલીસ માત્ર બનાવ બને એટલે ક્રાઈમ બ્રાંચ, એસઓજી, પીસીબી, જે તે પોલીસ સ્ટેશનની ટીમો દોડવા લાગે અને આરોપીને પકડી પાડે અને કામ કયુ કે કામ થઈ ગયાનો સંતોષ માની લે છે.
એક માસમાં છ–છ હત્યાથી શહેરનો સામાન્યજન હચમચી ઉઠયો છે. હત્યા ઉપરાંત રોજીંદા ખુની હત્પમલા તો થતા જ રહે છે. ગુનેગારોમાં જાણે પોલીસનો કોઈ ડર જ નથી. પોલીસને આવા લુખ્ખાઓ કે ગુનેગારો પર ફરી ધાક, હાક, ખોફ ઉભો કરવાની જરૂર છે નહીં તો એક સમયે શાંત અને રંગીલા શહેરની અડધી રાત્રે પણ યુવતી બિન્દાસ ફરી શકે તેવી સોનેરી છાપ ધરાવતા રાજકોટ શહેરને લુખ્ખાઓ, બદમાશોથી ઘેરાયેલા કે, લોહીયાળ રાજકોટની કલકં રૂપી છાપ લાગશે. આવું ન બને તે માટે જેના મતોથી ચૂંટાઈને રાજ કરી રહ્યા છે તેઓની પ્રથમ ફરજ છે. સાથે વિપક્ષની પણ પ્રજાલક્ષી અવાજ ઉઠાવવાની પોલીસ અને શાસકોને જગાડવાની નૈતિક ફરજ છે તેવું સામાન્યજન કહેતો હશે.

પોલીસને દારૂ, જુગાર, ગેમિંગ, જીએસટીવાળા કામોમાં જ રસ છે ?
રાજકોટ શહેરમાં ગુનાખોરી દિનપ્રતિદિન વધી રહી છે. પોલીસને કઈં પડી ન હોય અથવા તો પન્નો ટુંકો પડી રહ્યો હોય તે મુજબ નહીં જેવી વાતમાં સરેઆમ હત્યા, હત્પમલા થાય છે. આ બધું અટકાવવાનું કામ ક્રાઈમને કંટ્રોલ રાખવાની ફરજ પોલીસની છે. ગુનેગારોને કાબુમાં રાખવા માટે ફિલ્ડવર્ક જરૂરી છે. પોતાની નૈતિક અને મુળભુત ફરજને કોરાણે મુકીને પોલીસ કયાંથી નામ, દામ અને કામ મળે છે તે તરફ વધું વળગી રહેતી હોય તેવું ચર્ચાઈ રહયું છે. પોલીસને દારૂ, જુગારના ધંધા, બેંકમાંથી રોજીંદા થતા લાખોની રકમની હેરફેર પર નજર, ગેમીંગ જીએસટીના આવા બેનામી વ્યવહારો પકડવા અને છુપી રીતે લાખેણા વ્યવહારો સાથે સેટઅપ કરવું આવા જ છુપા કામમાં વધુ વળગણ કે રસ હોય તેવી ચર્ચાઓ છે. ગુનેગારો સામે કડક હાથે કામ લેવા પોલીસ જો મારવામાં આવે તો કાનુની સહન કરવું પડે આવા બહાના બતાવતા હોય છે. કાયદાકીય રીતે આ વાત સાચી છે પરંતુ પોલીસની લાલ આખં વિના ક્રાઈમ કંટ્રોલ ન થઈ શકે અને પોલીસ જયારે અંગત કે લાખો–કરોડોના વહીવટો હોય, કોઈ મોટી ભલામણ હોય ત્યારે આકરા બની જાય છે જયારે પ્રજાની સલામતીની વાત આવે ત્યારે કાયદો દેખાય છે.


ઉચ્ચ પોલીસ અધિકારીઓ એસી ચેમ્બરો છોડી ફિલ્ડમાં ઉતરે, કડક બને તેવી નૈતિકતા જરૂરી

શહેરમાં ગુનેગારોને નાથવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ચેમ્બરો છોડીને અગાઉ મધરાત્રે થતાં વિસ્તારવાઈઝ કોમ્બીંગ, ગુનેગારોના મધરાત્રે જઈને દરવાજા ખખડાવીને તેની હીલચાલ તપાસવી અને કાયદાના દાયરામાં રહેવા માટે પોલીસની ભાષામાં કડક સંદેશા આપવા, જે રીતે છરી, ચાકા કે આવા હથીયારો લઈને બાઈક કે કારમાં ફરતા તત્વો સરાજાહેર હત્પમલા–હત્યા કરે છે તે અટકાવવા માટે કડક હાથે વાહન ચેકીંગ અને આવી ડ્રાઈવ થવી જોઈએ. જો આવું ચેકીંગ કડક બનાવવામાં આવે તો પણ સરાજાહેર હથીયાર લઈને નીકળનારા પકડાય કે પોલીસના ડરે હથીયાર રાખતા બધં થાય અને શરીર સંબંધી ગુનાઓ કંટ્રોલમાં આવી શકે. આ બધું કરવામાં પોલીસને કદાચ અંગત લાભ ન મળે પરંતુ લોકોની સલામતી ચોકકસપણે સુદ્રઢ બનેે અને લોકોનો પોલીસ પ્રત્યેનો વિશ્ર્વાસ સંપાદીત અવશ્યપણે થઈ શકે. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ વિચારાધીન બનીને આવી કામગીરી ખુદ ફિલ્ડમાં ઉતરીને કરશે કરાવશે ખરા ? નૈતિકતા હોવી જરૂરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application