રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે વગાડ્યા મંજીરા ! : કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર તેજ

  • April 20, 2023 11:27 AM 

આવનારા દિવસોમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તમામ રાજકીય પક્ષો એક પછી એક પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. ત્યારે રાજકોટથી ધારાસભ્ય ઉદય કાનગડ પણ ચૂંટણી પ્રચાર માટે કર્ણાટક પહોંચ્યા છે. 


કર્ણાટકમાં હાલ ચૂંટણી પ્રચાર તેજ ચાલી રહ્યો છે. રાજકોટના પૂર્વ બેઠકના ધારાસભ્ય ઉદય કાનગડનો કર્ણાટકમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય ઉદય કાનગડ કર્ણાટકના ધારવડ જિલ્લાના કલઘટગી વિધાનસભામાં પ્રચાર દરમિયાન મંજીરા વગાડતા જોવા મળ્યા હતા. ઉમેદવારની ઉમેદવારી ભરવા જતી સમયે રેલીમાં મંજીરા વગાડી કાર્યકર્તા સાથે જોવા મળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application