રાજકોટઃ પડધરી અને ગોંડલ તાલુકામાં જમીનદોસ્ત થયેલ ૧૮ વૃક્ષો તાત્કાલિક હટાવી રસ્તાઓ કરાયા પૂર્વવત

  • June 17, 2023 08:48 PM 

રાજકોટ જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાના પરિણામે અનેક વિસ્તારોમાં મુખ્ય માર્ગો અને ગ્રામ વિસ્તારોમાં વૃક્ષો જમીનદોસ્ત થયા હતા, પરંતુ જિલ્લા વહીવટી તંત્ર, વન અને માર્ગ મકાન વિભાગે સંયુકત રીતે અગાઉથી સાધનો અને માનવ બળની ટીમ તૈયાર કરી સંકલિત કામગીરી કરતાં ખૂબ જ ઓછા સમયમાં વૃક્ષો ખસેડી રસ્તા પર ફરી આવાગમન શરૂ કરાવ્યું હતું. 
    


રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૪ તેમજ મોટી ચણોલથી હડમતીયા જવાના રસ્તા પર બે વિશાળકાય વૃક્ષો ધરાશાયી થતાં ૬ સ્થળો પર સ્થાનિક લોકો માટે આવાગમન બંધ થઈ ગયું હતું. પરંતુ મામલતદાર તેમજ વન અને માર્ગ મકાન વિભાગ દ્વારા જે.સી.બી. જેવા સાધનોથી વૃક્ષોને  હટાવી રસ્તાને પૂર્વવત્ કરવામાં આવ્યો હતો. તદુપરાંત ગોંડલ તાલુકાના ગોંડલ શહેરમાં ત્રણ અને લીલાખા- સુલતાનપુર રોડ પર તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તાર માટેના રસ્તા ઉપર નવ સ્થળોએ કુલ ૧૨ સ્થળોએ વૃક્ષો ધરાશાયી હતા, જેને સ્થાનિકો અને વહીવટી તંત્રની સંયુક્ત કામગીરી દ્વારા ખસેડી રસ્તાને પૂર્વવત્ કરાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application