રાજકોટ: ખાદ્યતેલના ભાવમાં વધારો, એક સપ્તાહમાં ડબ્બે રૂ.50 થી 60નો ભાવ વધારો

  • May 09, 2023 12:32 PM 

રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. જેમાં એક જ સપ્તાહમાં ડબ્બે રૂ.50 થી 60 રૂપિયાનો વધારો નોંધાયો છે. સીંગતેલ સહિતના ખાદ્યતેલમાં બાઉન્સ બેક ટ્રેન્ડ જોવા મળ્યો છે. 


સીંગતેલ સહિતના ખાદ્યતેલમાં બાઉન્સ બેક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં ખાદ્યતેલની વાત કરીએ તો કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં રૂ.50 થી રૂ.60 રૂપિયાનો વધારો થયો છે જ્યારે પામ ઓઇલ સનફ્લાવર ઓઇલ સહિતના સાઈડ તેલમાં પણ રૂ.40 થી રૂ.50 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત સીંગતેલના ભાવમાં પણ રૂ.50 નો વધારો જોવા મળ્યો છે. મહત્વનું છે કે મગફળી, કપાસની ઓછી આવક માવઠા સહિતના કારણો આગળ ધરી ખાદ્યતેલોના ભાવમાં ધરખમ ઉછાળો જોવા મળ્યો છે.


સીંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2830 થી  2870 થયો છે. જયારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1660 થી 1700 રૂપિયા થયો છે. તો પામતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1525 થી 1530 રૂપિયા જયારે સનફ્લાવર તેલનો ભાવ રૂપિયા 1620 થી 1660 થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application