રાજકોટઃ ધોરાજી તાલુકાના 30 ગામોના 28651 સર્વે નંબર પર ખેતીવિષયક ગણનાની કામગીરી પૂર્ણ

  • May 29, 2023 10:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુદા જુદા સર્વે નંબરની ખેતીલાયક જમીન પર ખેતી કરવામાં આવે છે કે કેમ, તેમજ ક્યા પાકો લેવામાં આવે છે, વગેરે માહિતીની ખરાઇ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા દર ૫ વર્ષે કરવામાં આવતી ખેતીવિષયક ગણના અન્વયે રાજ્યમાં સૌપ્રથમવાર ઓનલાઈન પદ્ધતિથી ખેતીવિષયક ગણના કરવામાં આવી રહી છે. 

    
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં મોટી વાવડી ગામમાં ૧૦૮૧, ઝાંઝમેરમાં ૧૫૩૯, ઉમરકોટમાં ૫૭૨,વેગડીમાં ૫૫૬, ભુખીમાં ૬૩૫, સુપેડીમાં ૨૯૦૯,નાની વાવડીમાં ૮૮૮, ભોલગામડામાં ૭૮૨, છાડવાવદરમાં ૮૦૫, ભોલામાં ૮૧૧, ભૂતવડમાં ૩૧૪, ફરેણીમાં ૯૩૧, જમનાવડમાં ૯૧૩, પીપળીયામાં ૮૫૬, નાગલખડામાં ૩૩૭, હડમતીયામાં ૨૪૪, મોટી મારડમાં ૨૭૧૪, મોટી પરબડીમાં ૯૧૩, તોરાણીયામાં ૮૮૧, નાની પરબડીમાં ૮૦૦, ઉકડીયામાં ૩૫૩, ભાદાજાળીયામાં ૭૦૯, નાની મારડમાં ૩૯૯, ચિચોડમાં ૬૩૫, પાટણવાવમાં ૧૯૬૦, કલાણામાં ૧૮૩૨, વેલારીયામાં ૨૨૦, ભાડેરમાં ૧૧૮૫, વાડોદરમાં ૧૩૪૫, છત્રાસામાં ૯૮૨ સર્વે નંબર આવેલ છે. 


કલેકટર પ્રભવ જોષી અને  પ્રાંત અધિકારી જે.એન. લીખિયાના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત ૩૦ ગામોમાં કૂલ ૨૮,૬૫૧ સર્વે નંબર પર ખેતીવિષયક ગણના પૂર્ણ કરી ડેટા એન્ટ્રી થઈ ગઇ હોવાનું તાલુકા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application