૩૧ માર્ચથી રાજકોટ–અમદાવાદ ફલાઈટ

  • March 26, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હિરાસર એરપોર્ટ પરથી ટૂંક સમયમાં નવા સમર શેડુલ મુજબ ફલાઇટ ઉડાન ભરશે જેમાં ૩૧ માર્ચથી અમદાવાદની લાઈટ ઇન થઈ છે તો ઈંદોર અને ઉદેપુરની લાઇટની એકિઝટ કરવામાં આવી છે. હાલમાં વિન્ટર શેડુલ અનુસાર ફલાઈટ ઉડાન ભરે છે યારે પેલી માર્ચથી નવા શેડુલ અનુસાર લાઈટ ઓપરેટ થશે.


હીરાસર ખાતે રાજકોટનું નવું એરપોર્ટ શરૂ  થયા તેને સાત મહિના જેટલો સમય થઈ ગયો છે જેમાં હવે નવા શેડુલ મુજબ ફલાઇટ ઉડાન ભરશે, જોકે નવા સમય પત્રકમાં વધુ બદલાવ આવ્યો નથી પરંતુ ઇન્દોર માટે ઈન્ડીગોની લાઈટ નિયમિત રીતે ઉડાન ભરતી હતી તે ઓછા ટ્રાફિક ના લીધે હાલ પૂરતી બધં કરવામાં આવશે યારે ૩૧ માર્ચથી ઈન્ડીગો દ્રારા અમદાવાદની લાઈટ ઉડાન ભરશે રાજકોટથી અમદાવાદ માટે શ થનારી આ લાઈટમાં ૭૮ સીટર ની કેપેસિટી સાથેનું એ ટી આર ઉડાન ભરસે.


રાજકોટ થી અમદાવાદ માટેની આ નવી લાઈટ નો ડિપારચર સમય ૩.૫૦ નો અને લેન્ડિંગ પાંચ કલાકે અમદાવાદ ખાતે કરશે જયારે અમદાવાદથી બપોરે ૨ અને ૩૫ મિનિટે રાજકોટ માટે ડિપારચર થશે જે ફલાઇટ રાજકોટ ખાતે બપોરના ૩.૩૦ મિનિટ એ પહોંચશે. રાજકોટ થી અમદાવાદ માટે ઉડાન ભરનારી આ લાઈટ સામાન્ય રીતે ઇન્ટરનેશનલ કનેકિટવિટી ધરાવતા પેસેન્જર માટે ઉપયોગી બનશે જેમાં આ સમયે અબુધાબી અને કુવેત માટેની સીધી લાઈટ પેસેન્જર્સને સરળતાથી મળી રહેશે. જોકે બીજી બાજુ આ લાઈટ લાંબો સમય ચાલુ રહે તેવી શકયતાઓ વચ્ચે ટ્રાવેલ એજન્ટોએ જણાવ્યું હતું કે, રાજકોટ થી અમદાવાદ નું અંતર ૩.૫ થી ૪ કલાકનો છે અને ઘરે બેઠા વન વે ટેકસીમાં  ૧૦૦૦ થી ૧૫૦૦ યારે સ્પેશિયલ ટેકસી ૩૦૦૦ રૂપિયામાં અમદાવાદ એરપોર્ટ સુધી લઈ જાય છે ત્યારે આ લાઈટમાં ૩૦૦૦ રૂપિયા થી ભાડું શરૂ થશે.જો કે આ લાઈટ ટ્રાયલ બેઝ પર શ કરવામાં આવનાર છે જો ટ્રાફિક મળશે તો નિયમિત રીતે ઉડાન ભરશે તેમ એરલાઇન્સ ના સૂત્રોએ જણાવ્યું હતું

કોલકતા, ચેન્નઈ માટે લાઇટ શરૂ કરવા એરપોર્ટ ઓથોરિટીની એરલાઇન્સને પપ્રોઝલ
એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સ સમક્ષ ઓથોરિટીના યુનિટ દ્રારા કોલકતા અને ચેન્નઈ માટે લાઇટ શ કરવા પ્રપોઝલ મૂકવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઓથોરિટી પણ અમદાવાદની લાઈટને લઈને આશ્ચર્યચકિત છે કે રાજકોટ અમદાવાદ વચ્ચે આ લાઈટ નિયમિત ચાલશે કે કેમ આ દરમિયાન ઓથોરિટી દ્રારા કોલકતા અને ચેન્નઈ માટે રાજકોટ થી સારો ટ્રાફિક મળશે તેવી આશા સાથે આ ટ પર હવાઈ સેવા શ કરવા માટે દરખાસ્ત મુકવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application