રાજ્યમાં ભારે પવન સાથે કેટલાક જિલ્લાઓમાં વરસાદ, 74 હજારનું સ્થળાંતર, 2 માસુમના મોત, વૃક્ષો ધરાશાયી

  • June 15, 2023 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બિપરજોય વાવાઝોડું જેમ જેમ નજીક આવતું જઈ રહ્યું છે તેમ તેમ ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોના લોકોના ધબકારાં વધતા જઈ રહ્યાં છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગએ તેના તાજેતરના અપડેટમાં જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડું લગભગ દર કલાકે 5 કિલોમીટર આગળ વધી રહ્યું છે. તે દેવભૂમિ દ્વારકારથી લગભગ 290  કિ.મી.ના અંતરે રહી ગયું છે.


આજે જૂનાગઢના માંગરોળ તાલુકાના શેખપુર ગામમાં ગંભીર ઘટના બની છે. ગામમાં ભારે પવન ફૂંકાતાં 1 બાળકી કેનાલમાં પડી ગઈ હતી, જેને બચાવવા માટે તેનો પિતરાઈ ભાઈ પણ કેનાલમાં કૂદી પડ્યો હતો. કમનસીબે બંનેનાં મોત નિપજ્યા છે. બન્ને મૃતક પિતરાઈ ભાઈ-બહેન શાળાએ રમવા માટે ગયાં હતાં. શાળા પાસે જ કેનાલ પાસે ઊભાં હતાં ત્યારે ભારે પવન ફૂંકાતાં કૌસર ફારુક ખેબર નામની 6 વર્ષીય બાળકી કેનાલમાં ખાબકી હતી. તેને બચાવવા માટે તેની સાથે રહેલો તેનો પિતરાઈ ભાઈ અરશદ ઈલ્યાસ ખેબર કેનાલમાં કૂદી પડ્યો હતો. જોકે તે બચાવી શક્યો નહિ અને બંનેનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં.



બિપોરજોય વાવાઝોડના કારણે રાજકોટમાં આજે સવારથી જ શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો. ભારે પનના કારણે શહેરમાં વૃક્ષ ધરાશાયી થતાં 5 વાહનોને મોટું નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. શહેરના ભાવનગર રોડ ઉપર બુધવારે સાંજે મહાકાય વૃક્ષ ધરાશાય થયું છે. આ વૃક્ષ નીચે 4 રીક્ષા દબાઈ હતી. રીક્ષાના કાચનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તો 1 બાઈકને પણ નુકસાન થયું છે. અહીં રિક્ષાના ગેરેજમાં રિક્ષામાં રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું, આ દરમિયાન જોરદાર પવન ફુંકાતા વૃક્ષની નીચે ગેરેજની કેબિન પણ દબાઈ ગઈ હતી.


રાજ્યના ઘણા શહેરો અને જિલ્લાઓમાં વાવાઝોડા બિપરજોયની અસર જોવા મળી રહી છે. રાજ્યના ઘણા શહેરો અને જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે, તો રાજકોટમાં વીજળીની કડાકા ભડાકા, ભારે પવન સાથે વરસાદ પડ્યો હોવાની માહિતી મળી છે. તો ભાવનગર, અરવલ્લી, સુરતમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application