અત્યાર સુધી દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યા પછી આજે ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં અમરેલી ગીર સોમનાથ ભાવનગર જિલ્લામાં વાતાવરણ બદલાયું છે અને વરસાદ પડી રહ્યો છે. પરંતુ આજે રાજકોટ સુરેન્દ્રનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ જિલ્લામાં વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદની શક્યતા દશર્વિવામાં આવી છે.
અરબી સમુદ્રમાં ઈસ્ટ સેન્ટ્રલ દિશામાં ઊભી થયેલી સિસ્ટમે આજે સવારે વેલમાર્ક લો પ્રેસરનું સ્વરૂપ ધારણ કરી દીધું છે. આ સિસ્ટમ સાથે સાઇક્લોનિક સર્ક્યુલેશન પણ જોવા મળે છે અને તે વેસ્ટ નોર્થ વેસ્ટ દિશા તરફ આગળ વધી રહી છે. આવતીકાલે આ સિસ્ટમ ડિપ્રેશનમાં મધ્ય અરબી સમુદ્રમાં પરિવર્તિત થશે અને તેના કારણે વરસાદ પણ વધશે.
સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાં સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. દમણ અને વેરાવળમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 94% પહોંચી ગયું છે. આકાશમાં કાળા ડિબાગ વાદળો જોવા મળે છે અને પવનની ગતિ પણ વધી ગઈ છે. પોરબંદરમાં સવારે ભેજનું પ્રમાણ 87 ટકા હતું અને વરસાદ પણ શરૂ થઈ ગયો છે.
આજે સવારે છ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન ગુજરાતના 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે, ભરૂચ જિલ્લાના વાલીયામાં અઢી નવસારીમાં દોઢ સુરત જિલ્લાના મહુવામાં સવા બારડોલી અને માંગરોળમાં એક ઓલપાડમાં અને પલસાણામાં પોણો ઇંચ વરસાદ થયો છે. તાપી જિલ્લાના વાલોદમાં એક ઇંચ વરસાદ થયો છે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલાલા જુનાગઢ જિલ્લામાં વંથલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડામાં સામાન્ય ઝાપટું પડ્યું છે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અલગ અલગ સિસ્ટમના કારણે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો જેવા કે કણર્ટિક કેરલ આંધ્ર પ્રદેશ પુડીચેરી અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મણીપુર મિઝોરમ ત્રિપુરા કોકણ ગોવા મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે
પુર્વોતર અને દક્ષિણના રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ વરસાદનું જોર ઘટે તેવું લાગતું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech