ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 7 દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ

  • May 10, 2024 08:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં આવતીકાલથી વરસાદ પડવાની હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આજથી આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આવતીકાલથી વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરી છે. 


સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ બાદ વરસાદ પડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના કરવામાં આવી છે. ઉત્તર અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસવાની શક્યતા કરાઈ છે.


આજે અરવલ્લી,સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 મે મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, દાહોદ, નવસારી વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.




ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ભર ઉનાળે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજયમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. ઉત્તર અરબસાગરમાં સક્રિય થયેલા ચક્રવાતની અસર વર્તાશે. 11મી મેથી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application