મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નગરો-શહેરોના નાગરિકોને સુવિધા-સુખાકારી વૃદ્ધિનો નવતર અભિગમ: એક જ દિવસમાં ા 605.48 કરોડ વિવિધ વિકાસ કામો માટે ફાળવ્યા : 22 નગરપાલિકાઓના હયાત ગ્રંથાલયોને અદ્યતન અને સ્માર્ટ ગ્રંથાલય બનાવવા રૂપિયા 33 કરોડની ફાળવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી જનસુખાકારી અને નાગરિકોનું ઇઝ ઓફ લિવિંગ વધે તે માટે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસના કામો માટે એક જ દિવસમાં રૂ. 605.48 કરોડ મંજૂર કયર્િ છે.ખાસ કરીને દ્વારકા નગરપાલિકાને રેલ્વે ઓવરબ્રીજ, તેમજ સી.સી. રોડ કામ સહિતનાં કામો માટે ા. 49.87 કરોડની ફાળવણી કરતા દ્વારકાવાસીઓમાં આનંદની લાગણી જન્મી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2010માં શરૂ કરાવેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના- અંતર્ગત મંજૂર કરાયેલી આ રકમમાંથી સ્ટોર્મ વોટર ડ્રેનેજ, તળાવ બ્યુટિફિકેશન, શહેરી સડક યોજના, પાણી પુરવઠા, આઉટ ગ્રોથ વિકાસ અને રેલવે ઓવરબ્રિજ સહિતના કામો હાથ ધરાશે.
મુખ્યમંત્રીએ મંજૂર કરેલી આ રકમનો લાભ લીંબડી, માંડવી-કચ્છ, મુંદ્રા-બારાઈ, વિરમગામ, બારડોલી, બીલીમોરા, વલસાડ, સોનગઢ, સાણંદ, હળવદ, ગણદેવી, ધરમપુર, દાહોદ, ખંભાત, દ્વારકા, પાદરા, બાબરા, માણસા, ધ્રાંગધ્રા નગરપાલિકાઓ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ ભાવનગર અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળને વિવિધ વિકાસ કામો માટે મળવાનો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો - શહેરોમાં વસવાટ કરતા નાગરિકોને પાણી, વીજળી, ગટર, રસ્તા જેવી ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓ સુચારુ રીતે પૂરી પાડવા સાથે પયર્વિરણ પ્રિય વાતાવરણ અને વૈશ્વિક પ્રવાહોથી પરિચિત રાખતી વાંચન પ્રવૃત્તિનો પણ વ્યાપ વધારવાનો સર્વગ્રાહી શહેરી જન જીવન સુખાકારીનો અભિગમ અપનાવ્યો છે.
નગરોમાં વધતા જતા વિકાસને અનુલક્ષીને પયર્વિરણ જાળવણી-શુદ્ધિ અને સીટી બ્યુટીફિકેશનના હેતુસર રાજ્યની 25 નગરપાલિકાઓને નવીન બાગ બગીચા વિકસાવવા માટે 40 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરપાલિકાઓમાં બાગ-બગીચા વિકસાવી સીટી બ્યુટીફિકેશન થાય અને લોકોને હરવા ફરવાના સ્થળો ઉપલબ્ધ થાય તેવા અભિગમ આ યોજનામાં અભિપ્રેત છે.
મુખ્યમંત્રીએ નગરોમાં વસતા લોકોની વાંચન ભૂખ સંતોષવા 13 નગરપાલિકાઓને ગ્રંથાલય-લાઇબ્રેરી નિમર્ણિ માટે નગરપાલિકા દીઠ રૂ. 3 કરોડ મળી કુલ 39 કરોડ પિયા ફાળવ્યા છે.
એટલું જ નહીં, 22 નગરપાલિકાઓમાં હાલ કાર્યરત ગ્રંથાલયના ભવનના રિનોવેશન કરીને સ્માર્ટ ગ્રંથાલય તરીકે પ્રસ્થાપિત કરવા પ્રત્યેકને રૂ. 1.50 કરોડ પ્રમાણે કુલ 33 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
નગરપાલિકાઓને આઉટગ્રોથ વિસ્તારોના વિકાસ માટે ા. 15.72 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તેમાં હળવદને ભૂગર્ભ ગટર, સીસી રોડ, પાણીની લાઈન અને સ્ટ્રીટ લાઈટના કામો માટે ા. 4.49 કરોડ, ગણદેવીને જલારામ મંદિરથી કસ્બાવાડી રેલવે ફાટક સુધી તથા ધનોરી રોડ પર સ્ટ્રીટ લાઈટના કામો માટે ા. 72.69 લાખ, દ્વારકા નગરપાલિકામાં રેલવે અન્ડરબ્રિજ ટુ ટ્રેક સી.સી. રોડ બનાવવા ા. 4.62 કરોડ, ધરમપુરને સ્ટ્રીટ લાઈટના કામો માટે ા. 1.90 કરોડ અને લીંબડીને સીસી રોડના કામો માટે 3.77 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.
ખંભાત અને દાહોદ નગરપાલિકાને પાણી પુરવઠા યોજના માટે ા. 112.53 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ખંભાત શહેરમાં નવા વોટર સપ્લાય નેટવર્ક પ્રોજેક્ટ માટે ા. 66.11 કરોડ તથા દાહોદ નગરપાલિકાને પાણી પુરવઠાની કામગીરી માટે ા. 56.42 કરોડ મંજૂર કરાયા છે. આ રકમમાંથી દહોદમાં પાટા ડુંગરી ડેમથી અલગ પાઈપલાઈનની કામગીરી તથા નગરપાલિકાના તમામ વોટરવર્ક્સને ઇન્ટરકનેક્ટ કરવાના કામો કરવામાં આવશે.
સાણંદ, વિરમગામ નગરપાલિકા અને ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળને સિટી અને તળાવ બ્યુટિફિકેશન માટે ા. 26.35 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમા સાણંદ નગરપાલિકા વિસ્તારમાં મહત્વના રસ્તાઓ પર બ્યુટિફિકેશનની કામગીરી માટે ા. 13.50 કરોડ, વિરમગામ નગરપાલિકાને તળાવ બ્યુટિફિકેશનના કામ માટે ા. 6.42 કરોડ અને ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળને ઘોઘા ગામસર તળાવના બ્યુટિફિકેશન માટે ા. 6.43 કરોડ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત વિવિધ નગરપાલિકાઓને શહેરી રસ્તાઓના નિમર્ણિ માટે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ા. 15.29 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. તે અંતર્ગત બારડોલીને 99.52 લાખ, સોનગઢને 29.74 લાખ, વલસાડને 1.02 કરોડ, બીલીમોરાને 70.15 લાખ, સાણંદ નગરપાલિકાને 40 લાખ, પાદરા નગરપાલિકાને 42.90 લાખ, બાબરા નગરપાલિકાને 3.67 કરોડ તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળને 7.78 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. આ સમગ્રતયા વિકાસકામોથી નગરપાલિકાઓ, મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારોની શહેરી સુખાકારીમાં વધારો થશે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટેકાના ભાવે મગફળીની ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલ આંબલિયાએ લખ્યો પત્ર
January 22, 2025 12:32 PMનિરાશાની ખાઈમાંથી બહાર આવ્યો અક્ષય,'હેરા ફેરી 3'પર આપ્યું અપડેટ
January 22, 2025 12:25 PMઝીનત અમાનના ગળામાં ગોળી અટવાઈ, માંડ જીવ બચ્યો
January 22, 2025 12:23 PMતો.. ફિલ્મ ‘કરણ અર્જુન’ માં શાહરૂખ સાથે અજય દેવગન હોત
January 22, 2025 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech