રેલવેનો ઓએસ ૧૫ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયો

  • September 05, 2024 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર રેલવે ડિવીઝનમાં રેલવેના કામ કરતા ઈલે.કોન્ટ્રાકટરે લીંમડી રેલવેની હદમાં બાંધકામ કરવા એનઓસી મેળવા અરજી કરી હતી. જે એનઓસી આપવા માટે રેલવે કચેરીના નિર્માણશાખાના ઓએસ અને કલાર્કે લાંચની માંગણી કરી હતી. જેને લઈ કોન્ટ્રાકટરે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરીયાદ આપતા આજે ડીઆરએમ કચેરી પાસે ત્રિકોણીયા નજીક અમદાવાદ એસીબીએ વોચ ગોઢવી રેલવેના ઓએસને રૂા. ૧૫ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી  લીધો હતો.
રેલવેનાં ઇલેકટ્રીક કોન્ટ્રાકટર અને રેલવે તરફથી આપવામાં આવતી એન.ઓ.સી મેળવી આપવાની કનસલ્ટનસી નું કામ કરતા કોન્ટ્રાકટરે સુરેન્દ્રનગર જિલ્લાના લીંમડી તાલુકાની રેલ્વેની હદ નજીકની જમીનમાં બાંધકામ કરવા માટે એન.ઓ.સી મેળવવા તા.૨૦-૫ના  રોજ ભાવનગર રેલવે ડિપાર્ટમેન્ટમાં અરજી કરેલ હતી અને આશરે ચાર મહીના અગાઉ તે એન.ઓ. સી ભાવનગર ડી.આર.એમ ઓફીસે આવી ગયેલ હોવાનું જાણવા મળતા ફરીયાદી એન.ઓ.સી લેવા માટે ગયેલ હતા પરંતુ ત્યાં એન.ઓ.સી ઇશ્યુ કરવાનું કામ કરતા ભાવનગર પશ્વિમ રેલવે ડીઆરએમ કચેરીના નિર્માણ શાખાના વર્ગ-૩ ઓએસ કાળુ ઘીરૂભાઇ દુબલ અને નિર્માણ શાખાના ક્લાર્ક વર્ગ-૩ પ્રશાંત પંડયાએ લાંચની માંગણી કરી અને ધક્કા ખવડાવતા હતા પરંતુ ફરીયાદી પાસે પૈસાની વ્યવસ્થા ના હોઈ આગામી ૧૫ દીવસમાં પૈસા આપી દેવાનુ જણાવી એન.ઓ.સી આપી હતી ત્યારબાદ કાળુ દુબલે કોન્ટ્રાકટર પાસે અવાર-નવાર લાંચ નાં નાણાં ની માંગણી કરી પ્રશાંત પંડયાને એડવાન્સમાં તેના ભાગનાં પૈસા આપી દીધેલ હોવાનું જણાવી લાંચનાં નાણા ના આપે તો ફરીયાદીનાં અન્ય એન.ઓ.સી નાં કામો અટકાવી દેવાની ધમકી આપતા ફરીયાદી લાંચ નાં નાણાં આપવા ના છુટકે સંમત થયીને આજ રોજ આપી દેવાનો વાયદો કરેલ હતો. પરંતુ ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હોઇ જેથી તેઓએ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક સાધી ફરીયાદ આપી હતી. જેના પગલે આજરોજ અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોના પીઆઈ એસ.એન. બારોટ સહીતના સ્ટાફે ભાવનગર પરામાં રેલવે કોલોની, ડીઆરએમ ઓફિસની બાજુમા આવેલા રેલવે કોમ્યુનિટી હોલની સામે ત્રિકોણીયા નજીક લાંચનાં છટકાનું ગોઠવી ઓએસને બોલાવતા લાંચના છટકા દરમિયાન કાળુ દુબલે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી લાંચની રકમ રૂા. ૧૫ હજારનો સ્વિકાર કરતા એન્ટી કરપ્શન  બ્યુરોની ટીમે તેઓને રંગેહાથ ઝડપી  લીધો હતો.  રેલવે કર્મચારી લાંચના છટકામાં ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application