ગોંડલમાં બે દિવસ પુર્વે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડીને પકડી પાડેલી જાહેરમાં ચાલતી જુગાર કલબ બાદ સ્થાનીક ગોંડલ સીટી પોલીસની ઉંઘ ઉડી કે આબરૂ બચાવવા આળશ મરડી હોય તેમ ગોંડલમાં નાની બજારમાં આવેલા મેમણ જમાત ખાનામાં ધમધમતા ઘોડીપાસાના જુગાર પર છાપો મારી ગોંડલ તથા જેતપુરના ૧૭ જુગાર શોખીનોને ૧,૬૧,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.
ગોંડલના નાની બજારમાં આવેલા મેમણ જમાત ખાનામાં મોટીબજાર મતવા ઢોરાએ રહેતો જાવેદ નીશાર નામાણી નાલ ઉઘરાવી ઘોડીપાસાનો જુગાર રમાડતો હોવાની ગોંડલ શહેર પોલીસના જમાદાર મહેન્દ્રભાઈ વાળા,મહાવીરભાઈ બોરીચા, કોન્સ્ટેબલ ભાવેશભાઈ સાસીયા, હરેશભાઈ લુણી, કાંતીભાઈ જાદવ તથા રણજીતભાઈ બોરડ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
જેમાં ગોંડલના નાસીર ડાડા ખીરાણી, રમઝાન ઉર્ફે ભોપલો રજાક ગોરી, જોની કિરીટ બાટવીયા, રઈશ અસરફ ભીખરાણી, મુખ્તાર સીદીક ખીરાણી, અહેમદ હાસમ ખીરાણી, હમીદ ઈદરીસ નાગાણી, હત્પશેન ઉર્ફે ગભો જુમા આદમાણી, સંચાલક જાવેદ નીશાર નાગાણી તથા રજાક મામદ દલવાણીને પકડી પાડયા હતા.
આ ઉપરાંત જેતપુરથી રમવા આવેલા સુનીલ પરસોતમ જાદવ, દર્શન વિનુ ખાચરીયા, અખ્તર સીદીક મુસાણી, સાહીદ ઈસ્માઈલ લાખાણી, નઝીર ગની રફાઈ, વિશાલ બાબુ માધાણી, નઈમ અસરફ મારફતીયા મળી ૧૭ શખસોને પકડી પાડયા હતા. ઘોડીપાસાના બે નંગ, ૧૭૦૨૦૦૦ની રોકડ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂા.૧,૬૧,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર વકીલ મંડળની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા અનામત બેઠક ફાળવાય
December 19, 2024 06:01 PMભાજપ આંબેડકરના યોગદાનને ભૂંસી નાખવા માંગે છે, અમિત શાહ રાજીનામું આપેઃ રાહુલ ગાંધી
December 19, 2024 05:46 PMહત્યાનો પ્રયાસ, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવા સાથે આ કલમો હેઠળ ભાજપે રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
December 19, 2024 05:14 PMહવે તો હદ થઈને: સરકાર પાસેથી પૈસા લેવા મહિલાએ કર્યા 12 વાર લગ્ન અને છૂટાછેડા
December 19, 2024 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech