'આજકાલ'નાં અહેવાલનાં પગલે મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરી ભ્રષ્ટ્રચારનો ભોરિંગ બની હોવાનું અને હોટલના મેનુ કાર્ડની માફક જમીનથી લઈ અલગ અલગ કામોમાં પાંચ હજારથી લઈ લાખો રૂપિયા વસુલાતા હોવાના આક્ષેપો સાથેના 'આજકાલ' અખબારમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલના ભારે પડઘા પડયા છે અને ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓની ટીમો દ્રારા મામલતદાર કચેરીમાં આજે દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યેા હોવાનું જાણવા મળે છે. જાગૃત નાગરિક દ્રારા ગ્રામ્ય મામલતદાર કચેરીમાં થતાં વહીવટો બાબતની વિસ્તૃત અરજી સ્થાનિક કલેકટરથી લઈ ગાંધીનગર સુધી કરવામાં આવી હતી.
મોરબીના ગ્રામ્ય મામલતદારે ભ્રષ્ટ્રાચારની તમામ હદો પાર કરી હોય અને વિવિધ કામો માટે રીતસરનું ભાવપત્રક તૈયાર કરેલ હોવાના ગંભીર આક્ષેપો અગાઉ થયા હતા તો વધુ એક અરજી ગ્રામ્ય મામલતદાર વિદ્ધ કરવામાં આવી છે. મોરબીના જાગૃત નાગરિકે રાયના અધિક મુખ્ય સચિવને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લો ભ્રષ્ટ્રાચારીઓનો ગઢ બની ગયો હોય તેવું ચિત્ર સામાન્ય જનતાના માનસ પર ઉપસી રહ્યું છે ખાસ કરીને રેવન્યુ ઓથોરીટીમાં મનફાવે તે રીતે (જેવા પૈસા તેવો નિર્ણય) અરજદારોની અરજીનો નિર્ણય મહેસુલી અધિકારીઓ દ્રારા કરવામાં આવી રહ્યા છે (મતલબ જે લોકો પૈસા આપે તેની અરજીઓ જ હકારાત્મક નીકાલ થાય છે તથા જે લોકો પૈસા આપતા નથી તેવા સામાન્ય લોકો અને ખેડૂતોની અરજી દફતરે અથવા નામંજૂર કરવામાં આવે છે ) સમાન પ્રકારની અરજીઓમાં અલગ અલગ નિર્ણય કેવી રીતે ? અમુક અરજીઓ મંજુર કરવામાં આવે છે અને સમાન પ્રકારની અન્ય અરજીઓ દફતરે અથવા નામંજૂર કેમ થઇ શકે ? તેવા સવાલ અરજદારે ઉઠાવ્યા છે
એવા આક્ષેપો કરાયા હતા કે, નિખીલ એચ. મહેતા યારથી મોરબી જિલ્લામાં આવ્યા ત્યારથી આજ દીન સુધી તેના દ્રારા જેટલા બીનખેતીના અભિપ્રાય આપ્યા તેની તપાસ કરવી સમાન પ્રકારની બિનખેતી અરજીઓમાં અલગ અલગ અભિપ્રાય કેમ ? સરકાર દ્રારા બનાવવામાં આવેલ ઁ સોટવેરમાં નિખીલ એચ. મહેતાના કાર્યકાળમાં આવેલ તમામ બિનખેતી અભિપ્રાય નો અભ્યાસ કરવામાં આવે જેથી ખબર પડશે કે મામલતદાર મોરબી ગ્રામ્ય દ્રારા કેટલી ઉઘાડી લુટ કરવામાં આવે છે.
મોરબી ગ્રામ્યમાં જમીનને લગતી તમામ અરજીઓ (જમીનોનુ એકત્રીકરણ, જમીન માપણી, અભિપ્રાય, સરકારી જમીન માંગણી, બીનખેતી પ્રિમિયમના અભિપ્રાય, વિગેરે જેવી ઘણી બધી.... અરજીઓ) ની તપાસ કરવામાં આવે જેથી ખબર પડશે કે સમાન પ્રકારની અરજીઓમાં અલગ અલગ નિર્ણય મામલતદાર, મોરબી ગ્રામ્ય દ્રારા આપવામાં આવે છે. જે અરજી એડવોકેટ કે વચેટીયા મારફત કરવામાં આવે છે તેનો હકારાત્મક નિકાલ થાય છે તથા ખેડુત જો પોતાના નામ જોગ અરજી કરે અને પૈસા આપવાની ના પાડે તો તેઓની અરજી દફતરે અથવા ના–મંજુર કરવામાં આવે છે. વધુમાં અમુક અરજીઓ નો નિકાલ ખુબ જ ટુકા ગાળામાં (૪૮ કલાકમાં ) નિકાલ થાય છે તથા ઘણી અરજીઓનો નિકાલ મહિના ઓ સુધી પેન્ડીંગ રાખી અંતે નકારાત્મક જવાબ અરજી કરનારને આપવામાં આવે છે.
મોરબીમાં વર્ષેાથી નોકરી કરતા અધિકારીઓની બેનામી સંપત્તિની તપાસ કરવામાં આવે તે જરી છે આ ભાવ પત્રકની સત્યતા માટે મોરબી જિલ્લામાં પ્રેકિટસ કરતા વકીલો, બિન ખેતી કન્સલ્ટન્ટ કે વચેટીયાઓના ખાનગી રાહે નિવેદન લેવામાં આવે તો સત્ય બહાર આવશે જેથી મોરબીમાં ચાલતા ભ્રષ્ટ્રાચારનો ખેલ તાત્કાલિક બધં થાય તેવી માંગ પણ ઉઠી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech