રાહુલ ગાંધીનો કુલી અવતાર; લાલ ડ્રેસમાં હસતા હસતા ઉપાડ્યો લોકોનો સામાન

  • September 21, 2023 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સવારે આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. રેલ્વે સ્ટેશન પર કામ કરતા કુલીઓને મળીન તેમની સાથે વાતચીત કરી હતી. સ્ટેશન પર કુલીઓની સ્થિતિ વિશે જાણવા માટે કામ કરતી વખતે તેમને પડતી મુશ્કેલીઓ વિશે રાહુલ ગાંધીએ પૂછ્યું હતું અને તેના ઉકેલ અંગે પણ તેમનો અભિપ્રાય લીધો. કુલીઓએ ગયા મહિને કોંગ્રેસ નેતાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ એવું માનવામાં આવે છે કે રાહુલે તેને મળવાનો પ્લાન બનાવ્યો હતો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળવા સમયે આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર હાજર એક વ્યક્તિએ કહ્યું, “હું ખૂબ જ ખુશ છું કે રાહુલ ગાંધી અહીં ઓટો ડ્રાઇવર્સ અને કુલીઓને મળ્યા. તેઓ અમારા મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કરશે. રાહુલે  ગાંધીએ અમારા વિચારો સરકાર સમક્ષ મૂકવાનું આશ્વાસન આપ્યું છે અને સમસ્યાઓના ઉકેલ માટે કામ કરવાની વાત પણ કરી છે.”કોંગ્રેસ પાર્ટી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર છે. આ યાત્રાના ભાગરૂપે આજે તેઓ આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ગયા મહિને, પોર્ટર્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જેમાં તેઓ કહી રહ્યા હતા કે તેઓ રાહુલ ગાંધીને મળવા અને તેમના વિચારો રજૂ કરવા માંગે છે. રેલવે સ્ટેશન પર કામ કરતા એક કુલીએ કહ્યું કે રાહુલ ગાંધી 'સારા માણસ' છે.કોંગ્રેસના નેતા અગાઉ પણ પોર્ટર્સને મળ્યા છે. ગયા વર્ષે, તેઓ ઉદયપુરમાં કોંગ્રેસના ચિંતન શિબિરમાં જઈ રહ્યા હતા, જ્યારે તેઓ કુલી એસોસિએશનના સભ્યોને મળ્યા હતા. હમણાં થોડા દિવસથી રાહુલ ગાંધી સામાન્ય લોકોને મળતો જોવા મળે છે. તાજેતરમાં તેણે શાકભાજી વેચનાર અને તેની પત્નીને પોતાના ઘરે બોલાવ્યા હતા અને તેની સાથે જમ્યા પણ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application