3 ઇડિયટ્સ ફેમ આર માધવનના દીકરાએ સ્પોર્ટસમાં ભારતનું નામ રોશન કર્યું

  • April 17, 2023 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • વેદાંત માધવને મલેશિયન સ્વીમિંગ ચેમ્પ્યિનશિપમાં જીત્યા 5 ગોલ્ડ મેડલ
  • આર. માધવને ખુશી સાથે દીકરાના કારનામાના કર્યા ભરપેટ વખાણ


સૈફ અલી ખાન જેવા નવાબ પટૌડીના પુત્રે એક જગ્યાએ પિતાને પગલે ક્રિકેટર બનવાને બદલે ફિલ્મોમાં કામ કર્યું. ત્યારે થ્રી ઇડ્યિસ ફેમ બોલીવૂડ અને સાઉથના જાણીતા એક્ટર આર. માધવનનો પુત્ર સ્પોર્ટમાં નામ કમાવી રહ્યો છે. એટલું જ નહીં તે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ પણ રોશન કરી રહ્યો છે. જેથી માધવનનું દિલ ખુશીથઈ ફૂલી રહ્યું છે.


 આર માધવને સાઉથથી લઈને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગના કારણે લોકોના દિલોમાં જગ્યા બનાવી છે. તેનો દીકરો વેદાંત માધવન પણ હંમેશા ચર્ચામાં રહે છે. તેણે હંમેશા મેડલ જીતીને પોતાના પિતા જ નહીં પરંતુ, ભારત દેશનું પણ માન વધાર્યુ છે. ડેડી અને માધવનેફરી ફોટો શેર કર્યા છે, જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે.


આર માધવને હાલમાં જ એક ટ્વિટ કરી પોતાના દીકરાના વખાણ કર્યા. એક્ટરે જણાવ્યું કે.. પોતાના દીકરાએ એકવાર ફરી દેશનું નામ રોશન કર્યુ છે અને મલેશિયન ચેમ્પિયનશિપમાં સ્વિમિંગ સ્પર્ધામાં ભારત માટે 5 ગોલ્ડ મેડલ જીત્યાં છે.

પોતાની ખુશીને શેર કરતાં એક્ટરે ઈન્સ્ટાગ્રામ પર પોતાના દીકરાની તસવીર પોસ્ટ કરી અને લખ્યું...

 ભગવાનની કૃપા અને તમારા સૌની શુભકામનાઓની સાથે, વેદાંતને ભારત માટે 5 ગોલ્ડ (50 મીટર, 100 મીટર, 200 મીટર, 400 મીટર, અને 1500 મીટર) 2 પીબીની સાથે મળ્યાં. કુઆલાલંપુરમાં આ અઠવાડિયાના અંતમાં આયોજીત મલેશિયન  ઇન્વિટેશનલ એજ ગ્રૂપ ચેમ્પિયનશીપમાં આ મેડલ જીત્યાં. હું ઉત્સાહિત અને ખૂબ જ આભારી છું.


આર. માધવનનો દીકરો વેદાંત રાષ્ટ્રીય સ્તરનો સ્વિમર છે. તે પહેલાં પણ ઘણીવાર ભારત દેશનું નામ રોશન કરી ચુક્યો છે. આ વર્ષે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2023માં સિલ્વર મેડલ જીત્યું હતું. માધવન પોતાના દીકરા વેદાંતનો સૌથી મોટા ચીયરલીડર રહ્યો છે અને પ્રાઉડ ડેડી ફીલ કરે છે. તે હંમેશા ફેન્સ સાથે ગુડ ન્યૂઝ શેર કરતો રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application