ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અનેક વિસ્તારોમાં દારૂ વેચાતો હોવાના કડક કેસ કરવાને બદલે ગૃહ વિભાગના પરિપત્રથી દાબંધીને મુદ્દે કડક પાલન કરાવવાની જગ્યાએ પોલીસને ઢીલ અપાઈ હોવાનું ફલિત થાય છે અગાઉના કવોલીટી કેસના ધારા ધોરણમા મોટો બદલાવ લાવવામા આવ્યો છે.આવા નિર્ણયની જાહેરાતના પગલે ગુજરાતમા દાબંધીના કેસમા પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસમા મોટી રાહત મળી છે.અગાઉ ૧૫હજારનો દેશી અને ૨૫હજારનો વિદેશી દારૂ પકડાયતો ખાતાકીય તપાસ થતી હતી.
રાજય ગૃહ વિભાગ દ્રારા દાબંધીને લઈને વિચિત્ર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં હવે એક લાખનો દેશી દાનો જથ્થો અને ૨.૫૦ લાખનો વિદેશી દાનો જથ્થો પકડાય તો જ કવોલિટી કેસ ગણવામાં આવશે. અગાઉ દાના કેસમાં ૧૫ હજારનો દેશી દા અને ૨૫ હજારના વિદેશી દાનો જથ્થો પકડાય તો જ કવોલિટી કેસ ગણવામાં આવતો હતો. એટલે કે દારૂ ઝડપાવાના કવોલિટી કેસના જથ્થામાં વધારો કરાયો છે. આ નિર્ણયથી રાય પોલીસને કવોલિટી કેસમાં ઢીલ અપાઈ હોય તેવું સ્પષ્ટ્ર લાગે છે.
અગાઉ ૧૫ હજારનો દેશી દારૂ અને ૨૫ હજારના વિદેશ દાનો જથ્થો પકડાય ત્યારે કવોલિટી કેસ ગણવામાં આવતો હતો. આવા કિસ્સામાં જે તે વિસ્તારના પોલિસ અધિકારી અને કર્મચારી સામે ખાતાકીય તપાસ થતી હતી. જે મર્યાદા હવે વધારી દેશી દારૂના કેસમાં એક લાખ રૂપિયા અને વિદેશી દારૂ ઝડપાવાના કેસમાં ૨.૫૦ લાખ કરી દેવામાં આવી છે. જેનાથી એક રીતે પોલીસને હવે ખાતાકીય તપાસનો બહું ડર નહીં રહે.આ કવોલિટી કેસના નામે લિમિટ વધારીને પોલીસને તપાસમાં ઢીલ કરી શકે એવો કારસો રચાયો છે. અને બુટલેગરને પોલીસને કોઇ ખોફ રહેશે નહી તે વાત નકકી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech