શહેરના યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાછળ ખુલ્લ ા મેદાનમાં ભરબપોરે પોણા બે વાગ્યાના અરસામાં જાહેરમાં જામેલી વિદેશી મદિરાની મહેફીલ પર યુનિવર્સિટી પોલીસે છાપો મારી પીધેલા છ શખસોને ગ્લાસ, બાઈટિંગ તથા દારૂની બોટલ સાથે પકડી પાડયા હતા.
જાહેરમાં પીલે પીલે ઓ મેરે રાજા ચાલતું હોવાની બાતમી આધારે પપ્રએસઆઈ બી.આર.ભરવાડ સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો. દિન દહાડે ભર બપોરે પોલીસની કોઈ ઈત કે ડર જ ન હોય એ રીતે ગ્લાસમાં જામ પર જામ ચૂસ્કી લાગી રહી હતી. પોલીસે પ્રફત્પલ કનુભાઈ પરમાર ઉ.વ.૪૩ રહે.મિલાપનગર–૨ બ્લોક નં.૬ યુનિવર્સિટી રોડ સાથે પીવા બેઠેલા ધરમનગર આવાસમાં રહેતા રોનક નિલેષભાઈ સેજપાલ કટારિયા ચોકડી પાસે હાઉસિંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા સ્વપ્નીલ ભાવેશ નિમાવતને પકડી લીધા હતા. આ ઉપરાંત મહેફીલમાં મદિરાની મોજ લેતાં મુંજકા ભનુનગરના રમેશ પ્રેમજી લીંબડ ઉ.વ.૪૨, યુનિવર્સિટી રોના અજંતા પાર્ક બ્લોક નં.૨૭માં રહેતા મંથન મનોહરભાઈ સોનગર ઉ.વ.૩૫, પંચાયત ચોક પાસે મિલાપનગરમાં રહેતા મિત રાજેશભાઈ વ્યાસ ઉ.વ.૨૮ને પકડી પાડયા હતા. છએ શખસોએ મળી પીવાનું પ્લાનિંગ કર્યુ હતું. દારૂની એક પેક બોટલ એક ખાલી બોટલ, છ ગ્લાસ તથા બાઈટિંગમાં લવાયેલું ચવાણુ પોલીસે કબજે કર્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech