એ કાઈપો છે.... અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પતંગ ચગાવી, પત્નીએ ફિરકી પકડી

  • January 14, 2025 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દર વર્ષની માફક આ વર્ષે પણ અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉતરાયણની ઉજવણી કરી હતી. ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા શાહે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટેન્ટના ધાબા પર મુખ્યમંત્રી અને ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી. શાહે પતંગ ચગાવી હતી જ્યારે પત્નીએ ફિરકી પકડી હતી.


શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં પતંગ ચગાવતા પહેલા અમિત શાહનું અને મુખ્યમંત્રીનું સ્થાનિકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. અમિત શાહે સ્થાનિક લોકો અને બાળકો સાથે મુલાકાત કરી ઉત્તરાયણના પર્વની શુભેચ્છા પાઠવી હતી. ઘાટલોડીયા બાદ સાબરમતી વિધાનસભામાં પણ ત્રણ સ્થળો પર કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ તેઓ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન અને પોલીસ આવાસ યોજનાના 920 મકાનોનું ખાતમુહુર્ત કરશે.


આ કાર્યક્રમ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી ભગવાન જગન્નાથના દર્શન કરવા અને પૂજા કરવા જશે. બપોર પછી તેઓ રાણીપના આર્યવિલા એપાર્ટમેન્ટ રહીશો સાથેના પતંગોત્સવમાં ભાગ લેશે. ત્યાંથી તેઓ સાબરમતી વોર્ડના અર્હમ ફ્લેટના રહીશો સાથેના પતંગોત્સવમાં સામેલ થશે.

અમદાવાદ શહેરમાં રાજ્યની સૌથી મોટી પોલીસલાઈન બનવા જઈ રહી છે, જેમાં 920 મકાનો હશે, જે તમામ મકાનો 13 માળના ટાવર અને બે માળ પાર્કિંગ બેઝમેન્ટ સાથે બનાવવામાં આવનાર છે. આગામી સમયમાં તેનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બનનારાં આ મકાનોમાં તમામ પોલીસકર્મીને ફર્નિચર સાથે મકાન આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application