ઉત્તરાયણનો તહેવાર મોજથી ઉજવો પણ શું કરવું અને શું ન કરવું એ પણ આ પોઈન્ટમાં જાણી લો

  • January 14, 2025 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે ઉત્તરાયણનો તહેવાર છે. ત્યારે રાજકોટ સહિત ગુજરાતભરમાં લોકો પોતાના ઘરની અગાશી પર ચડીને પતંગ ઉડાવી રહ્યા છે. કાઈપો છે...ની બૂમો પડી રહી છે. લોકો ધાબા પર જ ચીકી, મમરાના લાડુ, ઝીંઝરા, શેરડીની જયાફત માણી રહ્યા છે. ત્યારે આજના ઉત્તરાયણના દિવસે શું કરવું અને શું ન કરવું એ પણ મહત્વનું છે. નીચે પોઈન્ટમાં સમજો શું કરવું અને શું ન કરવું.


શું કરવું જોઈએ?

  • છત પરથી પટકાતા, વીજળીના તારમાં પતંગ લેવા જતાં કરંટ લાગો કે દોરીથી ગળું કપાતાં તાત્કાલિક 108નો સંપર્ક કરવો
  • ઘવાયેલા પક્ષી દેખાય તો તાત્કાલિક એને યોગ્ય બોક્ષમાં મૂકી સેફ જગ્યા પર મૂકી તાત્કાલિક 1962 પર કોલ કરો
  • જો તમારી આસપાસ દેખાતી નકામી દોરી હોય તો એને ભેગી કરીને એનો નાશ કરવો જોઈએ
  • શક્ય હોય તો ટૂ-વ્હીલર પર બહાર નીકળવાનું ટાળો, ઈમર્જન્સી હોઈ તો ગળાને મફલરથી લપેટી રાખો, સાથે આગળ સેફટી તાર લગાવો



શું ન કરવું જોઈએ?

  • સવારે 9:00 વાગ્યા પહેલાં અને સાંજે 5:00 વાગ્યા પછી પતંગ ચગાવવાનું ટાળો
  • પ્રતિબંધિત ચાઈનીઝ માંજા તરીકે ઓળખાતી દોરી કે ચાઈનીઝ તુક્કલનો ઉપયોગ ન કરવો
  • વીજળીના તારથી દૂર પતંગ ચગાવવા જોઈએ અને ફસાયેલા પતંગ કે દોરાને એમાંથી કાઢવો પ્રયત્ન ન જોઈએ
  • ઘાયલ પક્ષીના શરીરે વીંટાયેલા દોરાને બળજબરીપૂર્વક કાઢવા પ્રયાસ ન કરવો જેથી પક્ષીને વધુ રક્તપ્રવાહ થઈ શકે છે
  • ફટાકડા ફોડવા અને વધુ લાઉસ્પીકરના અવાજથી મ્યુઝિક વગાડવાનું ટાળો


આ વર્ષે ઉત્તરાયણે 4900 ઇમર્જન્સી કેસ નોંધાવાની શક્યતા
108 રોજની 3000થી 4000 ઇમર્જન્સી કેસ આવતા હોય છે. ચાલુ વર્ષે 14 અને 15 જાન્યુઆરી 70 ટકા જેટલા કેસો વધે એવું અનુમાન છે. 14 જાન્યુઆરી 4900 ઇમર્જન્સી અને 15 જાન્યુઆરી 4500 ઇમર્જન્સીના કેસો મળી શકે એવું અનુમાન છે. 108ના તમામ સ્ટાફ વિવિધ હોસ્પિટલની સાથે કનેક્ટ રહેશે. મુખ્ય જિલ્લાઓ, જેમ કે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, નવસારી, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, અને સુરેન્દ્રનગરમાં કેસો નોંધાઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application