રાજકોટમાં એસ્ટ્રોન ચોકે જાહેરમાં ધબધબાટી, જુઓ Video...

  • August 23, 2023 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં મારામારીની ઘટના હવે જાણે કે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. નાની એવી બાબતમાં બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચતા સહેજ પણ વાર નથી લાગતી. એમાં પણ રાજકોટ શહેરમાં આ પ્રકારના બનાવો અવારનવાર બની રહ્યા છે. 

રાજકોટના એસ્ટ્રોન ચોકમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. યુવાનો વચ્ચે કોઈ મુદ્દે બોલા ચાલી થયા બાદ મારા મારી સર્જાઈ હતી. ગઈકાલ રાત્રે એક ઘટના બનતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ વિસ્તારમાં ઇલેક્ટ્રિક સાધનોની દુકાનો આવેલી છે અને સૌથી વધુ યુવાનો અહીં આવતા હોય છે. ત્યારે જાહેર રસ્તા ઉપર મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application