ગુજરાત રાજયનું અગ્રીમ અને સમગ્ર ભારત દેશના મોડેલ માર્કેટિંગ યાર્ડ એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેત ઉપજ જણસીઓના ખરીદ વેચાણના વેપાર ધંધા માટે ઓફિસ – કમ શોપ બિલ્ડિંગમાં પાઘડીથી દુકાનોની ફાળવણીની જાહેર હરાજી યાર્ડમાં આવેલ કિસાન ભવન હોલ ખાતે કરવામાં આવી હતી.હરાજીમાં સૌરાષ્ટ્ર્રભર માંથી ૧૨૦ વેપારીઓએ ભાગ લીધો હતો. ૩૦ દુકાનોની હરાજીમાં સમગ્ર સૌરાષ્ટ્ર્રના વિવિધ જિલ્લ ાઓ ગીર સોમનાથ, પોરબંદર, મોરબીના ૧૨૦થી વધુ વેપારીઓ માર્કેટિંગ યાર્ડની જાહેર હરાજીમાં ભાગ લીધો હતો. અને હરાજી પેહલા તમામ વેપારીઓએ યાર્ડની ઓફિસ મારફત ફોર્મ ભરી ૧૦ લાખ ડિપોઝિટનો ચેક જમા કરાવેલ હતો. ત્યારબાદ જાહેર હરાજીમાં ભાગ લીધો હતો.યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતુંકે સૌરાષ્ટ્ર્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે સૌ પ્રથમ પહેલી પસંદગી ગોંડલ માર્કેટિંગ યાર્ડ પર કરે છે. કારણકે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે. માર્કેટિંગ યાર્ડ ખાતે ૩૦ દુકાનોની જાહેર હરાજી કરવામાં આવી હતી જેમાં પણ સૌરાષ્ટ્ર્રના મોટાભાગના જિલ્લ ાઓ માંથી વેપારીઓ જાહેર હરાજીમાં આવ્યા હતા. જાહેર હરાજી દરમ્યાન એક દુકાનનો ઐંચો ભાવ પિયા ૮૫ લાખ તેમજ નીચો ભાવ પિયા ૭૦ લાખ પિયા બોલાયો હતો. જાહેર હરાજીમાં ૩૦ દુકાનોની હરાજી પૂર્ણ થઈ હતી. હરાજીમાં થયેલ તમામ પિયાની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડના વિકાસના કામોમાં વાપરવામાં આવશે તેવું યાર્ડના ચેરમેન દ્રારા અંતમાં જણાવ્યું હતું.
જાહેર હરાજી દરમ્યાન માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, વાઇસ ચેરમેન ધમેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ચેરમેન ગોપાલભાઈ શીંગાળા, મગનભાઈ ઘોણીયા, પ્રફુલભાઈ ટોળીયા, કચરાભાઈ વૈષ્ણવ, વલ્લ ભભાઈ ડોબરીયા, મનીષભાઈ ગોલ, કુરજીભાઈ ભાલાળા, જીતુભાઈ જીવાણી, હરેશભાઈ વાડોદરિયા, રમેશભાઈ લાલચેતા, રસિકભાઈ પડાળીયા યાર્ડના સેક્રેટરી તણભાઈ પાંચાણી તેમજ યાર્ડના કર્મચારી ગણ જાહેર હરાજી દરમ્યાન જોડાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતેલંગાણા સરકારે અદાણી ગ્રૂપના ડોનેશનનો કર્યો ઈનકાર, CM રેવંતે કહ્યું- નથી પડવા માગતા વિવાદમાં
November 25, 2024 08:11 PMજામા મસ્જિદ સદર ઝફર અલી સહિત 20 થી વધુની અટકાયત, સપા MP વિરુદ્ધ FIR, સંભલમાં એલર્ટ
November 25, 2024 08:09 PMજેતલસરના બાળકને મળ્યું નવું જીવન, સફળ સારવારથી દૂર થઈ ગઈ જન્મજાત ખામી
November 25, 2024 08:05 PMરાજકોટઃ 181 અભયમ ટીમે ભૂલી પડેલી બાળકીને પહોંચાડી ઘરે
November 25, 2024 08:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech