નાઘેડીની કોલેજમાં પરિક્ષા ચોરી મુદ્દે સૌ.યુનિવર્સિટીમાં વિર્દ્યાીઓનું હલ્લાબોલ

  • May 09, 2023 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા: ૨૦ વિર્દ્યાી આગેવાનોની અટકાયત: કોલેજની માન્યતા રદ કરવા સહિતની માંગણીઓ સો ઉગ્ર સૂત્રોચ્ચાર

જામનગરની સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજમાં બીકોમ સેમેસ્ટર-ર ની પરિક્ષામાં ચોરી થતી હોવાની સનસનાટીજનક વિગતો પ્રકાશમાં આવ્યા બાદ જામનગરના શિક્ષણતંત્ર, સૌરાષ્ટ્ર યુનિ. તથા રાજયના શિક્ષણ વિભાગ સુધી ઘેરા પ્રત્યાઘાત પડયા છે, બીજી બાજુ રાજકોટમાં વિદ્યાર્થી સંગઠનોએ જામનગરની કોલેજની પરિક્ષા ચોરીના મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવી કુલપતિનો ઘેરાવ કરી રાજીનામાની માંગણી કરી છે, ભ્રષ્ટાચારનો કટાક્ષ કરવા માટે ટોયમની એટલે કે બાળકોને રમવાની નોટો ઉડાડવામાં આવી છે, ટુંકમાં જામનગરના કોલેજના મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સંકુલમાં સમરાંગણ સર્જાયું છે, બીજી તરફ જામનગરમાં પણ આ પરિક્ષા ચોરીને લઇને ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
જામનગરના નાઘેડીમાં આવેલી સ્વામિનારાયણ કોલેજમાં ત્રણ વિર્દ્યાીઓને બુક રાખી બેસવાની અલગ વ્યવસ કરી આપી ઉઘાડેછોગ ચાલતી ચોરીના પ્રકરણના અનુસંધાને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આખો દિવસ વિર્દ્યાીઓએ હલ્લાબોલ મચાવ્યો હતો. એનએસયુઆઈ, છાત્ર યુવા સંઘર્ષ સમિતિ, અખિલ ભારતીય વિર્દ્યાી પરિષદ અને વિર્દ્યાી વિકાસ સંઘ દ્વારા  ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. કુલપતિ રાજીનામું આપે, પરીક્ષા ચોરી કૌભાંડમાં સડોવાયેલાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સ્વામિનારાયણ કોલેજની માન્યતા રદ કરવામાં આવે તેવી માગણી વિર્દ્યાી સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. વિર્દ્યાીઓ મોટી સંખ્યામાં યુનિવર્સિટીએ આવી રહ્યા હોવાની જાણ તા જ અગાઉી પોલીસ કાફલો બોલાવી લેવામાં આવ્યો હતો. પોલીસે આમ આદમી પાર્ટીની છાત્ર યુવા સંઘર્ષ સમિતિના પ્રમુખ સુરજ બગડા સહિત ૮ વિર્દ્યાીઓની અટકાયત કરી હતી. ોડીવાર બાદ એનએસયુઆઇના વિર્દ્યાી આગેવાનો આવી પહોંચતા પોલીસે બ્રિજરાજસિંહ રાણા, આર્યન કનેરિયા ધવલ રાઠોડ ધ્રુમિલ સવાણી ર્પા બગડા દેવેન્દ્રસિંહ જાડેજા સમીર ચૌહાણ વિશાલ રાઠોડ સહિત વધુ આઠ ની અટકાયત કરી હતી.
વિર્દ્યાી વિકાસ સંઘે ’કુલપતિ ઘણી કોલેજોમાં ટ્રસ્ટી,ભ્રષ્ટાચાર કરવો એ એક જ દૃષ્ટિ’ ’હલો મિસ્ટર ભીમાણી... કેટલી કોલેજોમાંી લો છો કમાણી’ ’વિર્દ્યાીઓનો એક જ સવાલ, કુલપતિ જેવા કેટલા દલાલ’ જેવા સુત્રો લખેલા પ્લે કાર્ડ દર્શાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.
**
સરકારે અલગી તપાસ સમિતિ નિમિ
નાઘેડીની સ્વામિનારાયણ કોલેજના કૌભાંડ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તપાસ સમિતિ નિમિ હતી અને તેનો રિપોર્ટ પણ આવી ગયો છે. યુનિવર્સિટીએ કમિટીની રચના કરી હોવા છતાં સરકારે અલગી તપાસ સમિતિ નિમિ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ સૂત્રોના જણાવ્યા મુજબ સરકારની આ ટીમ પણ ગયા શનિવારે નાઘેડીની મુલાકાતે આવી ગઈ હતી. યુનિવર્સિટી અને સરકારની ટીમ ભેગી ઈ જતા સૌપ્રમ સરકારની ટીમને તપાસ કરવા દેવામાં આવી હતી અને ત્યાર પછી યુનિવર્સિટી ની ટીમે તપાસ અને પૂછપરછ ચાલુ કરી હતી. યુનિવર્સિટીએ તપાસ સમિતિ નિમિ હોવા છતાં તાત્કાલિક સરકારે અલગી કેમ કમિટીની રચના કરી? તેવા સવાલો શિક્ષણ જગતમાં પૂછાઇ રહ્યા છે.
**
બનાવટી ચલણી નોટ ઉડાડી આશ્ર્ચર્યજનક વિરોધ
આમ આદમી પાર્ટીની વિર્દ્યાી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ બનાવટી ચલણી નોટ ઉડાડીને આશ્ચર્યજનક રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. સમિતિએ કુલપતિના રાજીનામાની, કોલેજની માન્યતા રદ કરવાની અને આ કૌભાંડમાં ્ય્ય સંડોવાયેલા સામે કડકમાં કડક કાર્યવાહીની માગણી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application