જપ્ત ઢોર છોડાવવાનો દંડ ત્રણ ગણો કરવા દરખાસ્ત

  • October 03, 2023 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં આવતીકાલે સવારે ચેરમેન જયમીનભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં રાજકોટ શહેર વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે નવી માર્ગદર્શિકા–૨૦૨૩ લાગુ કરવા દરખાસ્ત કરાઇ છે. રાજકોટમાં હાલ જ કરેલ પશુ છોડાવવા માટેના દંડની રકમ પ્રતિ પશુ દીઠ .૧૦૦૦ છે તે વધારીને .૩૦૦૦ થશે, બીજી વખત જ થાય તો ૪૫૦૦ અને ત્રીજી વખત જ થયે પિયા ૬૦૦૦નો દડં ફટકારાશે. પશુ રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાશે.આકરી જોગવાઇઓ સાથેના નવા નિયમો લાગુ થશે. હાલમાં જ થયેલા પશુના નિભાવ ખર્ચ પેટે .૭૦૦ પ્રતિ પશુ દીઠ વસૂલવામાં આવે છે તે રકમમાં વધારો કરીને પિયા ૧૦૦૦ કરવામાં આવશે. સૌથી મહત્વપૂર્ણ જોગવાઇ એવી લાગુ કરાશે કે માલિકીની જગ્યામાં જ ઢોર રાખી શકાશે, જો માલિકીની જગ્યા નહીં હોય તો રજીસ્ટ્રેશન જ કરાશે નહીં.


સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગના એજન્ડામાં રહેલી કુલ ૪૧ દરખાસ્તોમાંથી મુખ્ય ૩૩ દરખાસ્તોમાં (૧) રાજકોટની હદમાં સમાવિષ્ટ્ર મોટામવા ગામતળથી શ કરી રાજકોટ મહાપાલિકાની હદ સુધીના ૩૦,૦૦ મીટર ટી.પી. રોડને ૪૫.૦૦મીટર પહોળો કરવા માટે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત કપાત કરી તેની સામે વળતર આપવા (૨) રાજકોટમાં જુદા જુદા પ્રકારના ભયગ્રસ્ત મકાનોનું નિરીક્ષણ અને તેનો અહેવાલ આપવા માટે સ્ટ્રકચર એન્જીનીયરની નિમણૂક કરવા (૩) મોન્સુન દરમિયાન ઇમલશન દ્રારા મિકેનીકલ પધ્ધતિથી સાઇટ પર રસ્તા પરના પોટ હોલ્સ રીપેર કરવા (૪) હાઉસિંગ પ્રોજેકટસ માટે સોશ્યો ઇકોનોમિક સર્વે કરવા માટે એજન્સીની નિમણુકં કરવા (૫) વોર્ડ નં.૧૧ તથા ૧૨માં અમૃત–૨.૦ અંતર્ગત ડ્રેનેજ પાઇપ લાઇન નેટવર્ક અને હાઉસ કનેકશન ચેમ્બર બનાવવા (૬) એએનસીડી શાખાના ઉપયોગ માટે નવા ટ્રેકટર નંગ–૨ ખરીદવા (૭) સફાઇ મિત્રમંડળોની ગ્રાન્ટમાં વધારો કરવા (૮) હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે સ્ટીકર અને તિરંગા પટ્ટી ખરીદી ખર્ચ બહાલ રાખવા (૯) મ્યુનિ.કર્મચારીઓની હાજરી પુરવા બાયોમેટિ્રક મશીન ખરીદ કરવા (૧૦) સફાઇ કામદાર સખીમંડળોની ગ્રાન્ટમાં વધારો કરવા (૧૧) શહેરના શ્વાન વ્યંધિકરણ, હડકવા વિરોધી રસીકરણ તથા ડોગ ફ્રેન્ડલી કામગીરીનો કોન્ટ્રાકટ આપવા (૧૨) મવડી વિસ્તાર બાળકોના સ્મશાન ગૃહનું સંચાલન સામાજીક સંસ્થા મોટામવા ઓમકાર ટ્રસ્ટને સોંપવા (૧૩) રાજકોટ દર્શન પ્રોજેકટ અન્વયે ચુકવવાનું બાકી ખર્ચ મંજૂર કરવા (૧૪) વડાપ્રધાનની રાજકોટ મુલાકાત અન્વયે વિવિધ કાર્યક્રમ અન્વયે ચુકવેલ ખર્ચ બહાલ રાખવા તથા ચુકવવાનું બાકી ખર્ચ મંજુર કરવા (૧૫) આરોગ્ય વિષયક કામ માટે આઉટસોસગ એજન્સી મારફત લેવામાં આવેલ કુલ ૮૨ મેનપાવરની સેવાઓની પૂર્ણ થતી મુદ્દતથી વિશેષ મુદ્દતમાં વધારો કરવા (૧૬) વોર્ડ નં.૩માં રેલનગર મઇન રોડ ઉપર ટી.પી.સ્કીમ નં.૧૯, એફ.પી.નં.૨૧એમાં બગીચો વિકસાવવા (૧૭) ડ્રેનેજ પ્રોજેકટ શાખા હસ્તકના મોરબી રોડ(બેડી) ડ્રેનેજ મેઇન પમ્પીંગ સ્ટેશનનું ઓગમેન્ટેશન કરવા(૧૮) વોર્ડ નં.૧૧માં આવેલ સ્પીડવેલ ચોકથી ઠાકર હોટલ સુધી ફટપાથ તથા સાઇડ સોલ્ડરમાં પેવિંગબ્લોક તથા ડકટ લાઇન નાખવા(૧૯) ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના ઉપયોગ માટેના હોસ પાઈપ, ફાયર એકસ્ટેન્ગયુશર તેમજ અન્ય સાધનોની ખરીદ કરવા માટે વાર્ષિક રેઇટ કોન્ટ્રાકટ કરવા (ર૧) શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે માર્ગદર્શિકા–૨૦૨૩ લાગુ કરવા (૨૨) આશ્રયસ્થાનોનું સંચાલન સ્વૈચ્છિક સંસ્થાઓને સોંપવા (૨૩) રાજકોટમાં સુવ્યવસ્થિત વાહન પાકિગ માટે ખુલ્લી અને જાહેર જગ્યાઓ પર પે એન્ડ પાકિગની જગ્યાઓ ફાળવવા (૨૪) એએનસીડી શાખાના ઉપયોગ માટે ટ્રેકટર–લોડર ખરીદવા (૨૫) જુના સ્ક્રેપ વાહનોનું ઇ–ઓકશનથી વેચાણ કરવા (૨૬) ઝૂના પ્રાણીઓ માટે લીલા શાકભાજી, ફળ, ઘાસચારો સપ્લાય કરવાના કામનો ત્રિ વાર્ષીક કોન્ટ્રાકટ મંજુર કરવા (૨૭) વોર્ડ નં.૧૪માં આવેલ કુંભારવાડા–૧૪માં આંગણવાડી(કોડ નં.૭૩) બનાવવા (૨૮) વોર્ડ નં.૯માં મહાલમીનગરમાં રસ્તાનાં સાઇડ સોલ્ડરમાં જનભાગીદારી યોજના હેઠળ ઇન્ટર લોકીંગ પેવીંગ બ્લોક નાખવા (૨૯) વોર્ડ નં.૯માં નિલકમલ પાર્કમાં રસ્તાના સાઇડ સોલ્ડરમા ઇન્ટરલોકીંગ પેવીંગ બ્લોક નાખવા (૩૦) વોર્ડ નં.૯માં સરસ્વતી નગર અને શ્રીજી પાર્કના રસ્તાના સાઇડ સોલ્ડરમાં ઇન્ટર લોકીંગ પેવીંગ બ્લોક નાખવા (૩૧) વોર્ડ નં.૧૨માં વાવડી ટી.પી.સ્કીમ નં.૧૫ના ૧૮,૦૦ મીટર ટી.પી.રોડ (પીજીવીસીએલ ઓફિસથી આવાસ યોજના) સુધીને મેટલીંગ કરવા (૩૨) શહેરના જુદા જુદા વિસ્તારમાં મીયાવાકી પધ્ધતિથી થીમ ફોરેસ્ટ બનાવવા ચાર વર્ષ નિભાવણી સાથે કામ આપવા (૩૩) શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ પ્લોટમાં ઘનિ વૃક્ષારોપણ કરી ચાર વર્ષ નિભાવણી કરવાના કામ આપવા સહિતની દરખાસ્તો સમાવિષ્ટ્ર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application