રાજકોટમાં ત્રણ વર્ષથી ચચર્તિો કટારીયા ચોકડીનો ફ્લાય ઓવર બ્રિજ અને અન્ડર પાસનો પ્રોજેક્ટ હવે કાગળમાંથી બહાર આવી જમીન ઉપર સાકાર થવા જઇ રહ્યો છે. રાજકોટ મહાપાલિકામાં આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આ અંગેનો નિર્ણય કરવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ દરખાસ્ત મોકલી છે. કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકડીએ ઉપર ફ્લાય ઓવર કેબલ બ્રિજ બનશે અને નીચે રિંગ રોડ-2 ઉપર અન્ડરપાસ બનશે. રૂ.167 કરોડના ખર્ચે ઉપરોક્ત બન્ને બ્રિજ બનાવવા દરખાસ્ત છે. 124 કરોડના એસ્ટીમેટ સામે 14.23 ટકા ઓનથી 167 કરોડમાં બ્રિજ બનાવવા મ્યુનિ.કમિશનરએ સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત મોકલી છે જેમાં ગાવર ક્ધસ્ટ્રકશન અને બેકબોન ક્ધસ્ટ્રક્શનનું જોઇન્ટ વેન્ચર ટેન્ડર ફાઇનલ કર્યું હોય તેને કામ આપવા સૂચવ્યું છે.
ઉપરોક્ત પ્રોજેક્ટ માટે કુલ ચાર એજન્સીના ટેન્ડર આવ્યા હતા જેમાં ગાવર અને બેકબોનના જોઇન્ટ વેન્ચરએ 141.73 કરોડ (18 ટકા જીએસટી અલગ)નો સૌથી નીચો ભાવ ઓફર કર્યો હતો, જ્યારે સેક્ધડ લોએસ્ટ દિનેશચંદ્ર અગ્રવાલ ઇન્ફ્રાકોન લિમિટેડએ 142 કરોડ, થર્ડ લોએસ્ટ વિજય એમ.મિસ્ત્રી ક્ધસ્ટ્રકશન પ્રા.લિ. અને ચેતન ક્ધસ્ટ્રકશન પ્રા.લિ. જોઇન્ટ વેન્ચરએ 147 કરોડ અને મંગલમ બિલ્ડકોન ઇન્ડિયા પ્રા.લિ.એ 153 કરોડની ઓફર કરી હતી જે હાઈએસ્ટ હતી. આ મુજબ ચારેય ટેન્ડરમાં સૌથી ઓછા ભાવ ગાવર અને બેકબોનના હોય તેને કામ આપવા સુચવાયું છે.
કટારીયા ચોકડી ઉપર થ્રી લેઅર જંકશન ડેવલપમેન્ટ, કાલાવાડ રોડ પર ફલાય ઓવર બ્રીજ નીચે રિંગ રોડ- ઉપર અન્ડર પાસનું નિમર્ણિ થશે.
કાલાવાડ રોડ ઉપર ફ્લાય ઓવરબ્રિજની લંબાઇ આશરે 744 મીટર લંબાઇ તથા 23.10 મીટર પહોળાઇમાં (3+3 લેન)નો આર.સી.સી. બ્રિજ બનશે.જ્યારે કેબલ સ્ટેઇડ બ્રીજ (એકસ્ટ્રા ડોઝ સ્પાન) 160 મીટર (40 મીટર + 80 મીટર + 40 મીટર), 9.00 પહોળાઇમાં બંને તરફે સર્વિસ રોડ અને ફુટપાથ સાથેનો બનશે.
અન્ડર પાસની રીંગ રોડ-2 ઉપર 459 મીટર લંબાઇ તથા 8.50 + 8.50 મીટર પહોળાઇ રહેશે. 9.30 પહોળાઇમાં બંને તરફે સર્વિસ રોડ તેમજ ફટપાથ બનાવવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે.
લોએસ્ટ વન અને લોએસ્ટ સેકન્ડ એજન્સીની ઓફરમાં ફકત રૂા.૨૬.૭૧ લાખનો તફાવત !
કટારીયા ચોકડી બ્રિજ માટે ગાવર અને બેકબોન એ .૧,૪૧,૭૩,૪૫,૮૬૯.૬૩નો ભાવ ઓફર કર્યેા હતો જે લોએસ્ટ વન રહ્યો હતો, યારે લોએસ્ટ સેકન્ડ દિનેશચદ્રં અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રા.લિ.એ .૧,૪૨,૦૦,૧૬,૯૮૯.૬૦નો ભાવ રજૂ કર્યેા હતો. આમ બન્ને એજન્સી વચ્ચેના ભાવમાં ફકત .૨૬,૭૧,૧૧૯.૯૭નો જ તફાવત જોવા મળ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાણો કલ્પવાસના 21 નિયમો શું છે, શું કુંભ વગર પણ કલ્પવાસ કરી શકાય?
January 22, 2025 03:36 PMકમઢિયાનો ધવલ ભુવો દાણા જોવાની પાટની બદલે જુગારપાટમાં પકડાયો
January 22, 2025 03:36 PMકમઢિયાનો ધવલ ભુવો દાણા જોવાની પાટની બદલે જુગારપાટમાં પકડાયો
January 22, 2025 03:35 PMમાંડાડુંગર પાસે દારૂ ભરેલી રિક્ષા સાથે સરધારનો શખસ ઝડપાયો
January 22, 2025 03:35 PMભારત–ઈંગ્લેન્ડ ટી–૨૦ મેચની ટિકિટના બમણા ભાવથી ક્રિકેટ પ્રેમીઓમાં કચવાટ
January 22, 2025 03:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech