દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ પરીક્ષાઓ સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો જારી

  • October 07, 2023 01:42 PM 

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારીની જગ્યા ઉપર ભરતી માટેની પરીક્ષા આગામી રવિવાર તારીખ 15 ના રોજ યોજવામાં આવનાર છે. પરીક્ષા દરમ્યાન ચોરીઓના દુષણના કારણે ઉમેદવારોને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. આ ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવોના તેમજ ચોરી થવાના કારણે ઉમેદવારોને માનસીક પરિતાપ થવાની સંભાવના છે.


પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના વિસ્તારમાં ઝેરોક્ષ કે ફોટોકોપી થવા પર તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઈ પરીક્ષાર્થીએ મોબાઈલ ફોન કે અન્ય કોઈ કોમ્યુનિકેશનના ઈલેકટ્રોનિક સાધનો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.


તા. 15 ના રોજ સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધી ખંભાળિયામાં જે.કે.વી. નગરમાં આવેલી પંચમ ડ્રીમ સ્કૂલ, દ્વારકા રોડ પર આવેલી આર.એન. વારોતરીયા કન્યા વિદ્યાલય પોરબંદર રોડ - કણઝાર ચોકડી પાસે આવેલી ડ્રીમ લાઇન હાઇસ્કૂલ - રામનગરમાં નવચેતન સ્કૂલ ફોર ગર્લ્સ - અત્રે બેઠક રોડ પરની શારદા હાઇસ્કૂલ નગર ગેઈટ પાસે શેઠ દા.સુ. ગર્લ્સ જોધપુર ગેઈટ પાસે આદર્શ વિદ્યાલય ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ, મેઈન પોલીસ ચોકી પાસે એસ.એન.ડી.ટી. હાઇસ્કૂલ પોર ગેઈટ પાસે એમ.જી. દત્તાણી ગર્લ્સ હાઇસ્કૂલ અને એમ. ઓ. વાયા બોય્ઝ હાયર સેકન્ડરી સ્કૂલ, રામનાથ મંદિર પાછળની સેંટ કર્વે હાઇસ્કુલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે અગત્સ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના 100 મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી, અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોને તેઓના કોપીયર મશીનો બંધ રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઈ પરીક્ષાર્થી મોબાઈલ ફોન કે અન્ય કોઈ કોમ્યુનિકેશનના ઈલેકટ્રોનિક સાધનો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application