પ્રિયંકા લોકસભાની ચૂંટણી નહીં લડે, રાજ્યસભામાં પણ નહીં જાય

  • February 15, 2024 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી નહીં લડે. સૂત્રોએ જણાવ્યું છે કે પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડવાની અટકળો વચ્ચે તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ક્યાંયથી પણ લોકસભા ચૂંટણી નહીં લડે. ન તો રાયબરેલીથી કે ન તો બીજે ક્યાંયથી. વાસ્તવમાં, સોનિયા ગાંધીએ રાયબરેલી સીટ છોડ્યા બાદ પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તેવી ચચર્િ હતી. આ પહેલા પ્રિયંકા ગાંધીએ રાજ્યસભામાં જવાની પણ ના પાડી દીધી હતી. રાહુલ ગાંધી પણ આ વખતે અમેઠીથી ચૂંટણી લડવા માંગતા નથી. તેઓ કેરળના વાયનાડથી ચૂંટણી લડે તેવી શક્યતા વધુ છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી હવે રાજસ્થાનથી રાજ્યસભામાં જશે. આવી સ્થિતિમાં ગાંધી પરિવારની આ પૈતૃક બેઠક રાયબરેલીથી કોઈ અન્ય વ્યક્તિ ચૂંટણી લડશે તે નિશ્ચિત માનવામાં આવતું હતું. રાજકીય વર્તુળોમાં એવી ચચર્િ હતી કે પ્રિયંકા ગાંધીને રાયબરેલીથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. જો કે ગાંધી પરિવાર અને કોંગ્રેસ તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે રાયબરેલીની માત્ર એક સીટ જીતી હતી. આવી સ્થિતિમાં જો સોનિયા ગાંધી અહીં ચૂંટણી નહીં લડે તો આ બેઠક બચાવવા માટે ગાંધી પરિવારમાંથી કોઈ મજબૂત નેતા અહીંથી ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી હતી. કોંગ્રેસ પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો પણ પ્રિયંકા ગાંધીને રાયબરેલીથી ચૂંટણી લડવાની માંગ કરી રહ્યા હતા. જો કે, હવે પ્રિયંકા ગાંધીએ ના પાડી દીધી છે, ત્યારે અટકળોએ જોર પકડ્યું છે કે કોંગ્રેસના કયા નેતા અહીંથી ચૂંટણી લડશે. જો કે કોંગ્રેસ પાર્ટીએ હાલમાં આ અંગે કંઈ કહ્યું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application